GUJARAT

શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ નિયમ ભંગ કર્યો છે.

કોરાનાના કહેર વચ્ચે હજી પણ સામાન્ય લોકોની સાથે નેતાઓની બેદરકારી સામે આવી રહી છે. બે દિવસ અગાઉ બીજેપી નેતા કાંતિ ગામીતની 6000 લોકોની ભીડ ભેગી કરવાને લઇને ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે વડોદરાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા બીજેપી નેતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. વડોદરા બીજેપી નેતાનો જન્મદિવસ ઉજવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા તે કાર્યકરો વચ્ચે માસ્ક વગર જોવા મળી રહ્યા છે અને તેમને કેક કટિંગ કરી હતી.

વડોદરા ભાજપ નેતાઓને નિયમો નથી લાગુ પડતા. શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ નિયમ ભંગ કર્યો છે. સરકારી ગાઇડ લાઇનના લીરે લીરા ઉડાવ્યા છે. ભાજપ કાર્યલય નીચે જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓ સાથે કેક કાપી હતી. સુનીલ સોલંકી પોતે માસ્ક વગર જોવા મળ્યા હતા. શહેર ભાજપ પ્રમુખે ટ્વીટ કરી નિયમ પાલન કરવા ટકોર કરી હતી.

આ જોતા લાગી રહ્યું છે કે નેતાઓને કોઇ નિયમો લાગૂ પડતા નથી. તસવીરોમાં તમે જોઇ શકો છો કે સુનિલ સોલંકીએ માસ્ક વગર કેક કટ કરી છે સાથે અન્ય કાર્યકરો પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. તેમજ તેમણે માસ્ક વગર ફોટો સેશન પણ કરાવ્યું છે. જોકે, હવે સવાલ થઇ રહ્યા છે કે શું પોલીસ નેતાઓ પર દંડનીય કાર્યવાહી કરશે? શું સત્તાધારી પક્ષના નેતાઓને કેમ કોઈ પૂછનાર નથી ?

Leave a Reply

Your email address will not be published.