દરેક બિરાદરોને કોવિડ વેકસીનેશનની રસી લેવા શહેર કાજીની અપીલ
નડિયાદ-શનિવાર-સમ્રગ વિશ્વ,દેશ રાજ્ય અને જિલ્લો હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો બીજી લહેરનો સામનો કરી રહેલ છે. ત્યારે કોરોનાથી બચવા માટે કોવિડ વેક્સીન એક માત્ર ઉપાય બાકી રહ્યો હોઈ આ વેક્સીન લેવા બાબતે જન જાગૃતિ અર્થે નડિયાદ ખાતે કેર હોસ્પિટલ, સ્પોર્ટસ કોમ્પ્લેકસની પાછળ, મરીડા ભાગોળ પાસે મુસ્લિમ બિરાદરો માટે કોવિડ વેકસીનેશનનો કેમ્પ તા.૦૪/૦૪/૨૦૨૧ના રોજ યોજાવાનો છે.
શહેર કાજી શ્રી અબ્દુલ રહિમ બિસ્મીલા મીયાંએ દરેક મુસ્લિમ બિરાદરોએ કોરોનાની રસી લેવા માટે અપીલ કરી હતી. આ રસી કોરોના સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને રોગનો પ્રતિકાર કરી આપણને બચાવે છે. સરકાર દ્વારા આ રસી મફતમાં આપવામાં આવી રહિ છે. કોરોના રસી લીધા પછી બીજાને ચેપથી બચાવે છે. પોતે પણ સુરક્ષિત રહે છે. કોરોનાથી બચવા માસ્ક ફરજીયાત પહેરવો જોઇએ. કોરોના અંગે સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.