Home Kheda (Anand) પીપલવાડા ગામની સીટી સરવે થયેલ 692 મિલકતોની હક્કચોકસી કામગીરી થઈ

પીપલવાડા ગામની સીટી સરવે થયેલ 692 મિલકતોની હક્કચોકસી કામગીરી થઈ

107
0

મોજે- પીપલવાડા ગામે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૧૨૬ના
જાહેરનામામાં સમાવેશ થતી જમીન/સ્થાવર મિલ્કત ધારણ કરનારાઓને જણાવવાનું કે, મોજે- પીપલવાડા
ગામમાં સિટી સરવે થયેલ ૬૯૨ મિલ્કતોની જિલ્લા નિરીક્ષકશ્રી, જમીન દફતર, જિ.ખેડા, મું. નડીઆદએ
આધાર-પુરાવાઓની ચકાસણી કરી ઠરાવ લોક કરીને નોટીસ-૬ની વહેંચણી કરી હક્કચોકસી કામગીરી પૂર્ણ
કરેલ છે. આ હક્કચોકસી કામગીરી પુર્ણ થયા બાદ તૈયાર થયેલ સિટી સરવે રેકર્ડનું પાર્ટ-પ્રમોલગેશન કરવાનું થતું
હોઈ સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ, જિ.ખેડા, મું. નડીઆદ ખાતે તા.૦૭/૦૩/૨૦૨૨ના રોજ બપોરના ૧૨.૦૦
કલાકે પ્રમાણિત કરનાર છીએ. જો કોઈને આ તૈયાર થયેલ હક્કચોકસી રેકર્ડ અંગે વાધો/તકરાર હોય તો લેખિત
વાંધાઅરજી આ નોટીસ પ્રસિધ્ધ થયા તારીખથી રેકર્ડ પ્રમાણિત માટેની નક્કી થયેલ તારીખ સુધીમાં જરૂરી
આધાર-પુરાવા સાથે જિલ્લા નિરીક્ષકશ્રી, જમીન દફતર, જિ.ખેડા, મું. નડીઆદની કચેરી, સરદાર ભવન, ડી-
બ્લોક, બીજો માળ, નડીઆદ ખાતે રજુ કરવાના રહેશે. તેમ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી લેન્ડ રેકર્ડઝ, જિ.ખેડા મું.
નડીઆદની અખબારી યાદીમા જણાવવામાં આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here