Home South-Gujarat ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારે વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત...

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારે વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લ્હેર વ્યાપી

36
0

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારે વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લ્હેર વ્યાપી જવા પામી હતી…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ઋતુચક્રનાં મૌસમનો મિજાજ વારે ઘડી બદલાઈ રહયો છે.ડાંગ જિલ્લામાં ક્યારેક હિટવેવની સાથે અસહ્ય ગરમી અને બફારો પણ જનજીવનને ત્રસ્ત કરી રહ્યો છે.તો ક્યારેક વાદળયુક્ત વાતાવરણ ઠંડકતાની તાજગી પણ બક્ષી રહયુ છે.ડાંગ જિલ્લામાં રવિવારે ગિરિમથક સાપુતારા, આહવા,સુબિર, વઘઇ તથા પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં બપોરબાદ એકાએક વાતાવરણનાં પલટા બાદ નિલગગન આભલામાં કાળાડિબાંગ વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લામાં રવિવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે ગાજવીજ પણ થતા વાતાવરણ બેવડાયુ હતુ. રવિવારે ડાંગ જિલ્લામાં ચોમાસાની આગાહી વકી કરતુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણનાં પગલે શાકભાજી સહિત બાગાયતી પાકોને જંગી નુકસાનની ભીતિ વર્તાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.ગિરિમથક સાપુતારા ખાતે પણ ધુમમ્સીયુ અને વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સુમસામ એવા જોવાલાયક સ્થળો આહલાદક બની જવા પામ્યા હતા.



શેખર ખેરનાર ડાંગ


Previous articleડાંગ જિલ્લામાં સોમવારથી ગુરુવાર સુધીનાં 4 દિવસ માટે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં વ્યાપારીઓ દુકાનો ખુલ્લી રાખી શકશે
Next articleનર્મદા મા બેકાબુ બનેલું કોરોના સંક્રમણ કોની ભૂલ : ખો ખો ની રમત બંધ કરી અધિકારીઓ પોતાની જવાબદારી ક્યારે નિભાવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here