દેશના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. કોરોનાથી બચવા માટે વેક્સિન જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યું છે ત્યારે હાલ રાજયમાં 45 વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને આગામી તા. 1લી મે, 2021થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સૌ યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો. પ્રવર્તમાન સંજોગોમા બીજું સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેક્સિન જ અમોધ શસ્ત્ર પુરવાર થશે એટલે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વેક્સિનના બંને ડોઝ લઈ લેવા અપીલ છે. તા. 1લી મે, 2021થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સૌ યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ છે.