Home Gujarat ગુજરાત નાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો પારો 7થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો.

ગુજરાત નાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો પારો 7થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો.

13
0

ડિસેમ્બરના આવનારા દિવસોમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધશે. 16મીથી 18મી ડીસેમ્બર દરમિયાન ઠંડી વધશે તેમજ 20મી સુધીમાં રાજ્યના કોઈ કોઈ વિસ્તારમાં વાદળવાયું સાથે હળવુ માવઠું થઈ શકે છે. 20મીથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય અને તા.22મી ડીસેમ્બરથી હિમાલયના ટોચના ભાગો બરફીલા બનશે. જેથી 30મી સુધીમાં ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી પડશે. આ વખતે જાન્યુઆરી-2021 ઠંડામાં ઠંડો મહિનો રહેશે અને ઠંડી શિયાળાના માસમાં લંબાય તેવી શક્યતા હવામાન જાણકાર અંબાલાલ પટેલે સોમવારે દર્શાવી હતી.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, હમાણા દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગોમાં ધુમ્મસ કે ધુંધળુ હવામાન રહેશે. ગુજરાતાં પણ સવારમાં ધુમ્મસની શક્યતાઓ છે. ઠંડી અંગે જોઈએ તો 20મી ડીસેમ્બર બાદ અમદાવાદ, આણંદ, ખેડા, રાજકોટ, કેશોદ વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમા 10 ડિગ્રી આસપાસ જશે.
નલિયા, ભુજ, ડીસા, ગાંધીનગર, વલસાડ સહિતના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી આસપાસ ગગડશે. સુરત, ભરૂચ, નર્મદા વગેરે ભાગોમાં 10 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન નોધાશે. સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં તાપમાન ઘણુ ગગડશે. પાલનપુર, દાંતિવાડા વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો 08 ડિગ્રી આસપાસ રહેશે. સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગરમાં 08 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
ગુજરાતનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ નોંધાયો
આગામી બે દિવસ રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળવાની શક્યતા હોવાથી ખાસ કરીને સૌરાષ્ટ્ર્ અને કચ્છમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવનોનું જોર વધતાં ઠંડીનો ચમકારો વર્તાયો હતો. કોલ્ડવેવની અસરોને કારણે ગુજરાતનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ નોંધાયો છે.
સમગ્ર રાજ્યમાં સિઝનમાં પ્રથમવાર નલિયામાં ઠંડીનો પારો ગગડીને 7.0 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ઘટીને 27.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી વધીને 17.1 ડિગ્રી નોંધાયું હતું. જેને પગલે શહેરમાં બપોરેથી સાંજનાં 5 વાગ્યા સુધી લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ, સાંજનાં 6.00 વાગ્યા બાદ ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેવાનની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો પારો 7થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. આગામી બે દિવસ કોલ્ડવેવને કારણે રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સૌથી વધુ અસર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યના વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન
શહેર તાપમાન
અમદાવાદ 17.1 ડિગ્રી
ડીસા 15.2 ડિગ્રી
ગાંધીનગર 17 ડિગ્રી
રાજકોટ 11.8 ડિગ્રી
પોરબંદર 14.4 ડિગ્રી
સુરત 18.6 ડિગ્રી
વડોદરા 18.4 ડિગ્રી
વલસાડ 14.5 ડિગ્રી
સુરેન્દ્રનગર 14.8 ડિગ્રી
ભુજ 11.2 ડિગ્રી
નલિયા 07 ડિગ્રી
કંડલા 13.3 ડિગ્રી


Previous articleબર્ગર કિંગ Burger King આ વર્ષના ચોથા IPO ના100 ગણા બનશે.
Next articleરસીકરણની પ્રક્રિયા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here