Home South-Gujarat ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણી પ્રસંગે નારી ગૌરવ દિવસ નિમિત્તે માંગરોળ...

ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણી પ્રસંગે નારી ગૌરવ દિવસ નિમિત્તે માંગરોળ મુકામે તાલુકા પંચાયત માંગરોળના સભાખંડમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

3
0

દસ સખીમંડળોને એક-એક લાખના ચેકનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું
કુલ દસ લાખના ચેકનું વિતરણ કરાયું






માંગરોલ, દેગડીયા : નારી ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણી પ્રસંગે માંગરોળ મુકામે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલ, દિલીપસિંહ રાઠોડ, (કોસંબા એ.પી.એમ.સીના ચેરમેન ) દીપકભાઈ વસાવા (સુરત જિલ્લા બી.જે.પી. મહામંત્રી )ચંદનબેન ગામીત (માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ )મુકુંદ ભાઇ પટેલ (મહામંત્રી માંગરોળ તાલુકા ભાજપ) નયનાબેન સોલંકી સુરત જિલ્લા પંચાયત સભ્ય,તૃપ્તિબેન મૈસુરીયા તાલુકા પંચાયત સભ્ય વગેરે હાજર રહ્યા હતા દીપ પ્રાગટ્ય ઝંખનાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ હતુ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલુકાના 10 સખી મંડળો ને એક એકલાખ ના ચેક આમ કુલ 10 લાખ ના ચેક વિતરણ કરવામાં આવેલ હતા ત્યાર બાદ રાજ્ય કક્ષા નો મુખ્યમંત્રી શ્રીનો કાર્યક્રમ બાયસેગ ના માધ્યમ થી મેહમાનો દ્વારા નિહાળવામાં આવેલ હતો આ કાર્યક્રમ મા માંગરોલ ટી.ડી. ઓ. ચંદ્રસિંહ પઢીયાર, અંબાબેન ચૌહાણ મિશન મંગલમ ટી.એલ.એમ. પણ હાજર રહ્યા હતા જયારે સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન મોહનસિંહ ખેરે કરેલ હતુ
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleનેત્રંગમાં નારી ગૌરવ દિવસની શાનદાર ઉજવણી.
Next articleઉમરપાડા માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને મફત અનાજ કીટનું વિતરણ કરાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here