Home Kheda (Anand) કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. એ ગ્રાહકોને જરૂરી લાભો ઝડપથી આપવા જણાવ્યું

કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. એ ગ્રાહકોને જરૂરી લાભો ઝડપથી આપવા જણાવ્યું

2
0

ભુજ, શનિવારઃ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી ખાતે આજરોજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના પ્રમુખશ્રી જાડેજા મનુભા, સેવા ભારતી ફાઉન્ડેશનના વિનયકાંત માંડલીયા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી અનીલ ગોરને તેમની રજુઆતો બાદ કલેકટરશ્રીએ સૂચિત કર્યા હતા કે લાભાર્થીઓને મળવાપાત્ર લાભો ઝડપથી અને ત્વરીત રીતે મેળવાશે. જયાં તકલીફ કે પ્રશ્નો છે ત્યાં અહીં રજુઆતો કરી તત્કાળ નિકાલ કરાશે.

જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડો.રીના ચૌધરીએ રચાયેલ સમિતિની વિગતો પુરી પાડી હતી તેમજ ઓનલાઇન રેશનકાર્ડ, એનએફએસએ અને નોન એનએફએસએ ની તાલુકાવાર કાર્ડ અને જન સંખ્યા તેમજ જથ્થા વિતરણ અને દુકાનોની સ્થિતિની ઉપસ્થિતિનો વાકેફ કર્યા હતા. આ માસમાં જિલ્લામાં ઇએફપીએસ દુકાને મારફતે ૧૮/૯/૨૦૨૦ સુધી ૨,૬૮,૨૭૫, એનએફએસએ કાર્ડધારકો સામે ૧,૩૧,૫૦૭ કાર્ડધારકોને ૪૯.૦૨ ટકા જથ્થાનું વિતરણ થયું છે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી વસંતભાઇ વાઘેલા, ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી લતાબેન સોલંકી, માંડવી નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલ શાહ, જિલ્લા રજીસ્ટ્રારશ્રી ગૌતમ સોલંકી, આદિપુર તોલમાપ અધિકારીશ્રી જયમીન પ્રજાપતિ, મદદનીશ તોલમાપ અધિકારી-ભુજ, માહિતી કચેરી-ભુજના પ્રતિનિધિશ્રી હેમલતાબેન પારેખ વગરે ઉપસ્થિત રહયા હતા.

Previous articleદાહોદ : કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી
Next articleમોરબીમાં કુપોષિત બાળકોના ઘરે ‘પોષણ તોરણ’ લગાવી પોષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here