Home South-Gujarat ‘વિકાસ પુરુષ’ના જન્મ દિવસથી ડાંગ જિલ્લામા આગામી સો દિવસો સુધી ચાલનારા વ્યક્તિગત...

‘વિકાસ પુરુષ’ના જન્મ દિવસથી ડાંગ જિલ્લામા આગામી સો દિવસો સુધી ચાલનારા વ્યક્તિગત અને સામુહિક સોક્પીટના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો કરાયો પ્રારંભ

19
0

વિકાસ પુરુષ’ તરીકે વિશ્વમા ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગુજરાતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને અનેકવિધ ગરીબલક્ષી કાર્યક્રમોના આયોજન થકી, જન્મદિવસની ભેટ આપતા ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા પણ અનેકવિધ કાર્યક્રમોનુ આયોજન કરીને, ગરીબોના બેલી એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજણવી કરવામા આવી રહી છે.
કાર્યક્રમના ભાગરૂપે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લામા અંદાજીત રૂપિયા ૯૦.૫૩ લાખના ખર્ચે ૩૫૦ જેટલા સામુહિક સોકપીટના કામો, ઉપરાંત રૂપિયા ૬૯.૧૭ લાખના ખર્ચે ૧૪૦૦ જેટલા વ્યક્તિગત સોક્પીટના કામોનો શુભારંભ કરાયો છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરી તરફતી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર મનરેગા યોજના હેઠળ શરુ કરાયેલા આ કામો સાથે આ અભિયાન દરમિયાન રૂપિયા ૩૦.૯૬ લાખના ખર્ચે ૨૫૮ વ્યક્તિગત શૌચાલયો, ઉપરાંત રૂપિયા ૭ લાખના ખર્ચે ૩૫૦ જેટલા વ્યક્તિગત શૌચાલયોના રેટ્રોફીટીંગની કામગીરી પણ હાથ ધરવામા આવશે.
આમ, આખા આ સો દિવસોના અભિયાન દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડાંગ જિલ્લામા અંદાજીત રૂ.૧૯૭.૬૬ લાખના ખર્ચે ૨૩૫૮ જેટલા કામો હાથ ધરવાનો લક્ષ નિર્ધાર કરાયો છે, તેમ નિયામક શ્રી ચૌધરીએ પુરક વિગતો આપતા ઉમેર્યું હતુ.




દરમિયાન આહવા તાલુકા મથકે આયોજિત ‘ગરીબોના બેલી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી’ કાર્યક્રમ સાથે સો દિવસના કેમ્પેઈનની આ કામગીરીના ભાગરૂપે આહવા તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોમા હાથ ધરાનારા વ્યકિતગત સોકપીટના કુલ ૫૪૦ કામો, અને સામુહિક સોકપીટના ૧૦૮ કામો મળી કુલ ૬૪૮ કામો આગામી સો દિવસોમા પૂર્ણ કરવાના કાર્યનો શુભારંભ કરાયો હતો.
ડાંગ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ નિલમબેન ચૌધરી, અને આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ કમળાબેન રાઉત, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી રતિલાલભાઈ ચૌધરી, અને મનરેગા યોજનાના મદદનીશ પ્રોગ્રામ અધિકારી શ્રી ધર્મેન્દ્રભાઈ ટંડેલના હસ્તે, આહવા તાલુકા પંચાયત ખાતે સોકપીટની કામગીરીનુ ખાતમુહુર્ત કરાયુ હતુ. જેની સાથે આ કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોમા સ્થાનિક સરપંચો તેમજ ગામ આગેવાનો દ્વારા સરકારશ્રીના સો દિવસના આ કેમ્પેઈનની કામગીરીની શુભ શરૂઆત કરવામા આવી છે.
શેખર ખેરનાર ડાંગ

Previous articleઆણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત, શ્રી પી.એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પી.જી. સ્ટડીઝ એન્ડ રિસર્ચ દ્વારા “વર્લ્ડ ઓઝોન ડે” ની ઉજવણી કરવામાં આવી.
Next articleડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાયો ગરીબોના બેલી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કાર્યક્રમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here