Home Gujarat પ્રતાપનગર ગામના ખેડૂતના ખેતર માંથી રૂ.3500 ની કિંમતની સોલાર પ્લેટ અને બેટરીની...

પ્રતાપનગર ગામના ખેડૂતના ખેતર માંથી રૂ.3500 ની કિંમતની સોલાર પ્લેટ અને બેટરીની ચોરી થતા ફરિયાદ

55
0

(ભરત શાહ દ્વારા) -રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામની સીમમાં આવેલા ખેતર માંથી સોલાર પ્લેટ તથા બેટરીની ચોરી થતા ખેડૂતે આમલેથા પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા માં રહેતાં મૂળ પ્રતાપનગર ના હસમુખભાઈ રહેમસિંગ ભાઈ વસાવા ની ફરિયાદ મુજબ તેમના પ્રતાપનગર ખાતે આવેલા ખેતરમાં ભૂંડો પાકને નુકશાન ન કરે તે માટે તેમણે ખેતર ફરતે તારની વાડ કરી કરંટ માટે ઝટકા મશીન ગોઠવ્યું છે જે સોલાર થી ચાલતું હોય ત્યાં સોલાર પ્લેટ અને ચાર્જ કરવા બેટરી એક પેટીમાં મૂકી હતી કોઇ અજાણ્યા ચોર તેમના ખેતર માંથી સોલાર પ્લેટ તથા બેટરી મળી કુલ રૂ.3500 ની ચોરી કરી જતા હસમુખભાઈ એ ફરિયાદ કરતા આમલેથા પોલીસે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Previous articleકોની સાઠ ગાંઠ..?! નર્મદા જીલ્લા મા અન્ય જિલ્લાની એજન્સીઓને સરકારી ગ્રાન્ટો ફાળવવામાં આવતા કામગીરી પર ઉઠ્યા સવાલ
Next articleરાજપીપળા માં કોરોના ના કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે દંડનીય કાર્યવાહી :ટાઉન પો.સ્ટે.ની બાજુની બેંક માંજ જાહેરનામા ના ધજાગરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here