(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા નજીકના ખામર ગામ પાસેથી જંગલ ખાતામાં વોચમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી ની બાઈક ચોરી થતા આમલેથા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી મુજબ રણછોડભાઇ જોગીયાભાઇ વસાવા, રહે.બોરીદ્રા તા.નાદોદ ગત 12 એપ્રિલે તેમની જંગલ ખાતા ની વોચમેન ની ફરજ પર હતા ત્યારે ખામર ગામના ઢાળ પાસે આવેલ ઢોળાવ પર પોતાની મોટર સાયકલ નંબર GJ – 22 – F – 3923 કિંમત રૂપિયા આશરે ૨૦,૦૦૦/ -ની સ્ટેરીંગ લોક કરી પાર્ક કરીને જંગલોમા લાગેલ આગ જોવા માટે ગયા હતા તે વખતે કોઇ ચોર ઇસમે તેમની મોટરસાયકલ ચોરી કરી લઇ જતા તેમણે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ કરતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.