Home South-Gujarat ગિરિમથક સાપુતારા ચેકપોસ્ટ ઉપર ખોટા RT PCR રિપોર્ટ રજૂ કરનાર સામે ફરિયાદ...

ગિરિમથક સાપુતારા ચેકપોસ્ટ ઉપર ખોટા RT PCR રિપોર્ટ રજૂ કરનાર સામે ફરિયાદ નોંધાઈ

15
0

ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર ઉપર RT PCR રિપોર્ટ વગર પ્રવેશ આપવામાં આવતો નથી.ત્યારે વલસાડનાં 2 ઈસમો જે ખોટાં RT PCR રિપોર્ટ સાપુતારા ચેકપોસ્ટ ઉપર આરોગ્યકર્મીઓ જોડે રજૂ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સાપુતારા ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્રથી પ્રવેશ કરનાર લોકોને RT PCR રિપોર્ટ વગર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી.તેવામાં ગતરોજ ડાંગ જિલ્લા વહીવટી તંત્રની સુચનાનાં આધારે સાપુતારા સી.એચ.સીનાં મેડીકલ ઓફીસર ડૉ નિર્મલ પટેલ તથા સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ એમ.એલ.ડામોર તેમજ પી.એસ.આઈ.એસ.જી.વસાવા સહિત પોલીસ અને આરોગ્યકર્મીની ટીમો નોવેલ કોરોના વાયરસનાં અનુસંધાને સરકારનાં આરોગ્ય વિભાગનાં હુકમનાં અંતર્ગત સાપુતારા ચેકપોસ્ટ પર હાજર હતા.અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોને કતારબંધ ઉભા રાખી તેઓ પાસેનાં આર.ટી.પી.સી.આર રીપોર્ટને ચેક કરી રહયા હતા.

ત્યારે ગતરોજ સાંજનાં અરસામાં વલસાડનાં 2 ઈસમો જેઓ મહારાષ્ટ્રથી અશોક.લેલન.ગાડી.ન.ડી.ડી.01.સી.9833માં મરઘા માટેનું ફૂડ ભરી સાપુતારા ચેકપોસ્ટ પાસે આવતા અહી હાજર આરોગ્યકર્મીઓ દ્વારા તેઓનાં આર. ટી.પી.સી.આર.રિપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા.જેમાં આ રિપોર્ટ તાપી જિલ્લાનાં પદમડુંગરી પી.એચ.સીનાં તા.17-04-2021નાં રોજ ઇસ્યુ થયેલ જણાયા હતા.મોટાભાગે આર.ટી.પી.સી.આર ટેસ્ટનો રિપોર્ટ 24 કલાકમાં આવે છે.જ્યારે આ ઈસમોએ એક જ દિવસમાં રિપોર્ટને ડુપ્લિકેટ બનાવી નેગેટીવ બતાવ્યો હતો.જેથી સાપુતારાનાં આરોગ્યકર્મીઓને શંકા જતા અને આ બન્ને ઈસમોનાં રિપોર્ટ ફેક જણાતા તેઓએ પદમડુંગરી તા.ડોલવણ પી.એચ.સીનાં ડૉ યોગેશ ગામીતને ટેલિફોનીક વાતચીત કરી આ બન્ને ફેક રિપોર્ટ વ્હોટશોપ કરતા આ ડૉક્ટરે આ રિપોર્ટ અમોએ આપ્યા નથી તેમ જણાવતા અહી ડુપ્લીકેટ આર.ટી.પી.સી.આર રીપોર્ટનો પર્દાફાશ થયો હતો.જે બાદ સાપુતારા આરોગ્ય કર્મી દ્વારા આ બન્ને ઈસમોમાં સંજયભાઈ છોટુભાઈ પટેલ તથા અજયભાઈ ખડુંભાઈ રાઠોડ બન્ને રે.વલસાડનાઓ વિરુદ્ધ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જ્યારે ત્રીજો ઈસમ નામે મિતેશભાઈ મગનભાઈ પટેલ રે.વલસાડને વોન્ટેડ જાહેર કરાયો હતો.સાપુતારા પી.એચ.સીનાં આરોગ્યકર્મી ડો.નિર્મલ પટેલે જણાવ્યુ હતુ કે વલસાડનાં આ બન્ને ઈસમોએ RT PCRનો બનાવટી રિપોર્ટ બનાવી તેને સાચા રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોરોના સંક્રમણનો ફેલાવો થઈ રહ્યો છે.ત્યારે સરકારી ગાઈડલાઈનનો ભંગ કરી ગુનો કરતા પકડાઈ ગયેલ છે. જેથી તેઓને સાપુતારા પોલીસ પાસે સોંપી દેવામાં આવ્યા છે.આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ ડામોરે બનાવટી રીપોર્ટ રજૂ કરનાર બે ઈસમોની ધરપકડ કરી ત્રીજા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(શેખર ખેરનાર ડાંગ)


Previous articleગલકુંડનાં પશુધન નિરીક્ષક રાજેન્દ્રભાઈની સેવાકીય પ્રવૃતી
Next articleકોરોના ગાઈડ લાઈન નો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરતી ભરૂચ જીલ્લા પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here