Home Kheda (Anand) પશુપાલકો માટેના ડેરી ફાર્મર/એન્‍ટરપ્રેન્‍યોર અંગે યોજાયેલ કાર્યકુશળતા વર્ધન તાલીમ શિબિરનું સમાપન

પશુપાલકો માટેના ડેરી ફાર્મર/એન્‍ટરપ્રેન્‍યોર અંગે યોજાયેલ કાર્યકુશળતા વર્ધન તાલીમ શિબિરનું સમાપન

29
0

આણંદ –:: આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રસારણ શિક્ષણ ભવન, આણંદ ખાતે ભારત સરકારના કૃષિ સહાકાર અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય અંતર્ગત નવી દિલ્‍હીના એગ્રીકલ્‍ચર સ્‍કીલ કાઉનસિલ ઓફ ઇન્‍ડિયા દ્વારા ડેરી ફાર્મર/એન્‍ટરપ્રેન્‍યોર નામના સ્‍કીલ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તાલીમ કાર્યક્રમ સામાન્‍ય રીતે ૨૦૦ કલાકનો એટલે કે અંદાજિત ૨૫ દિવસનો હોય છે, પરંતુ હાલની વૈશ્વિક કોરોનાની (કોવિડ-૧૯)ની પરિસ્‍થિતિને કારણે આ પ્રોગ્રામ ૪૦ દિવસ ચાલ્‍યો હતો જેનું આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાના અધ્‍યક્ષાને સમાપન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાએ આવા લાંબાગાળાના તાલીમવર્ગોથી પશુપાલકોમાં પશુપાલન કરવાની કાર્યકુશળતામાં વધારો લાવવા માટે આશીર્વાદરૂપ નીવડવાની સાથે તેનો અમલ કરવાથી પશુપાલન વ્‍યવસાયને નફાકારક બનાવી શકાય છે તેમ કહ્યું હતું.તેમણે વધુમાં પશુપાલન વ્‍યવસાયમાં આવી રહેલ આધુનિક ટેકનોલોજી જેવી કે સીમેન સેકસીંગ તેમજ વૈજ્ઞાનિકોએ વિકસાવેલ પ્રાણીઓના જનીન જાણવા માટેની ચીપ્‍સ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વરા આપવામાં આવેલ ડગરની ગાયની ઓળખનો ઉલ્‍લેખ કરી તેની વિશે જાણકારી આપી હતી. શ્રી કથીરિયાએ પશુપાલકો માટે આવો તાલીમ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવા બદલ પ્રસાર શિક્ષણ ભવનની ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.
આ તાલીમ વર્ગમાં ભાગ લઇ રહેલ પશુપાલકોને પશુઓની પસંદગી, રહેઠાણ, સમતોલ આહાર, સંવર્ધન, આરોગ્‍ય, ગુજરાત સરકારની પશુપાલન માટેની તેમજ વિવિધ બેન્‍કો દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓની સમજ આપવાની સાથે જાણકારી આપવામાં આવી હતી.આ તાલીમ વર્ગમાં ભાગ રહેલ તાલીમાર્થીઓએ તેમના પ્રતિભાવો આપતાં જણાવ્‍યું હતું કે, આવી તાલીમથી પશુપાલકો વ્‍યાવસાયિક રીતે પશુપાલન કરતાં થવાની સાથે પોતે આત્‍મનિભર્ર બનવા સક્ષમ બનશે તેટલું જ નહીં પણ પ્રધાનમંત્રીશ્રીનું આત્‍મનિર્ભર ભારત બનાવવાનું સપનું સાકાર કરવામાં સહભાગી થશે. તેમણે વધુમાં તાલીમ દરમિયાન કેન્‍દ્ર તરફથી રહેવા-જમવા સહિત આપવામાં આવેલ સુવિધાઓને પણ બિરદાવી હતી. જયારે આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રસાર શિક્ષણ ભવનના નિયામક ડૉ. જે. કે. પટેલ અને કોર્ષ સંચાલક ડૉ. બી. એસ. દિવેકર અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્‍યું હતું.

Previous articleઆણંદ: જિલ્‍લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
Next articleઆણંદના ચંચળબા ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્‍લા કક્ષાની વીરરસ ઉત્‍સવ (કસુંબીનો રંગ) સ્‍પર્ધા યોજાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here