Home Corona-live કોંગી નેતા ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ, આજના રિપોર્ટમાં મોટું તારણ સામે આવતા...

કોંગી નેતા ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ, આજના રિપોર્ટમાં મોટું તારણ સામે આવતા ખળભળાટ

23
0

ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ નાદુસ્ત થતાં તેઓને તાબડતોડ રીતે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમની તબિયતને લઈને એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. હાલ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી હાલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની તબિયત ક્રિટીકલ બતાવવામાં આવી છે. ભરતસિંહને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી રહ્યા છે.


કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને અસ્થમા, ડાયાબિટીસ અને હાઈપરટેંશન જેવી અનેક બીમારીઓ છે. જેના કારણે કોરોનામાં તેમની તબિયત વધુ બગડતી જઈ રહી છે. કોંગી નેતા ભરતસિંહના આજના રિપોર્ટમાં ક્રિટીકલ અને રિસ્ક જેવું તારણ સામે આવ્યું છે, જેના કારણે કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમ છતાં ડોક્ટરોની ટીમ ખડેપગે તેમની સારવાર કરી રહી છે જેના કારણે સોલંકીની તબિયત હાલ તો સ્થિતર છે, અને ધીમે ધીમે સુધરી રહી હોવાનું સૂત્રો બતાવી રહ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, ત્યારબાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યસભા ચૂંટણી બા તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેમણે રિપોર્ટ કઢાવ્યો હતો. તેમાં તેઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમને કોરોનાના લક્ષણો હતો. તેવામાં તેઓએ હાજરી આપી હતી. જો કે, તે દરમિયાન જેટલા પણ તેમના કોન્ટેક્ટમાં આવ્યા છે. તે તેમામ લોકોને આઇસોલેશન કરવામાં આવ્યા હતા અને તમામ લોકોના કોરોના રિપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો.

Previous articleસુરતમાં ‘આરોગ્યમંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી’ને પોસ્ટર લાગ્યા
Next articleલેહથી PM મોદીનો ચીન-પાકને સખ્ત સંદેશ, દરેક હકતનો જવાબ આપવા માટે ભારત તૈયાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here