India

કોંગ્રેસી નેતા લલિત કગથરાએ મોટો ‘બોમ્બ’ ફોડીને ખળભળાટ મચાવ્યો, કોરોના મુદ્દે રાજકોટના તંત્રનો ચિઠ્ઠો ખોલ્યો!

કોરોના મહામારીના ખપ્પરમાં ગુજરાત દિવસેને દિવસે ઉતરી રહ્યું છે. અમદાવાદ બાદ હવે રાજકોટ અને સુરતમાં કોરોના વાયરસ પોતાનો જોરદાર પરચો બતાવી રહ્યું છે. બીજી બાજુ તંત્ર પણ કોરોનામાં આંકડા છૂપાવતા હોવાના આરોપ સાથે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ આજે મોટો બોમ્બ ફોડીને ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ નેતા લલિત કગથરાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તંત્રને આડે હાથ લેતા એક પછી એક મોટા આરોપો લગાવ્યા છે.

કોંગ્રેસ નેતા લલિત કગથરાએ ગુજરાતનું આરોગ્ય વિભાગ અને તંત્ર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, રાજકોટમાં પ્રતિદિન કોરોનાના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, પરંતુ કોરોનાથી મોતના આંકડા છૂપાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવે છે અને તેમાં મોટા શહેરોમાં થયેલા કોરોના ટેસ્ટના દર્દીઓ, મૃત્યુઆંક જાહેર કરવામાં આવે છે, પરંતુ છેલ્લા બે દિવસથી રાજકોટનું તંત્ર કોરોનાના આંકડા આપી રહ્યું નથી. જેના કારણે મોટી વિસગતતા દેખાઈ રહી છે. શું રાજકોટમાં વધુ કેસો આવી રહ્યા છે? શું કોરોનાના કારણે દરરોજ વધારે મોત થઈ રહ્યા છે? જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉભા થયા છે.

બીજી બાજુ લલિત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનામાં અપાતું ઈન્જેક્શનમાં પણ મોટા કૌભાંડ બહાર આવ્યા છે. આંકડા ઓછા દર્શાવવા માટે ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ધોરાજીમાં દરરોજના માત્ર 4થી 10 સેમ્પલ લેવાય છે. ધોરાજી શહેરમાં હાલ 67 કેસ સામે આવ્યા છે. રોજના 30 સેમ્પલ લેવાય તો સ્વાભાવિક રીતે કોરોનાના આંકડા ઓછો જ આવશે. પરંતુ કલેકટર અને આરોગ્ય અધિકારીની મુલાકાત બાદ માત્ર 4થી 10 જ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. લોકોને ટેસ્ટીંગ કરી આપવામાં આવતું નથી. જેના કારણે લોકોની બૂમારાડ વધી ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં જ નહીં, ભાવનગરમાં પણ કોરોનાના આંકડા છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવા આરોપ લાગી રહ્યા છે. ભાવનગરમાં તંત્રએ 26 પોઝિટિવ કેસની યાદી જાહેર કરી છે. જેમાં જૂના કેસના નામે દર્દીઓની યાદી જાહેર કરી છે. અત્યાર સુધી આ કેસ અંગે કોઈ જાહેરાત કરાઈ નહોતી. જૂના કેસ ગણાવી ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. પ્રેસનોટમાં તંત્રએ 26 પોઝિટિવ કેસના નામો જાહેર કર્યા છે. જેના કારણે મોટી બૂમારાડ સામે આવી છે. તંત્રએ અચાનક જુના કેસોની નામાવલી જાહેર કરી છે. આમ તો આ દર્દીઓ 3 દિવસથી સારવારમાં છે, પણ તંત્રએ ઢાંક પીછોડો કરીને મોટો આંકડો એક દિવસમાં બહાર ના આવે તે માટે તંત્ર ઊંધા માથે થયું છે. કોરોના પોઝીટીવ 26 દર્દીઓના નામ તો જાહેર કર્યા પરંતુ જુના કેસોમાં નામ ગણાવ્યા છે. મીડિયા બ્રિફમાં પણ આ 26 કેસનો કોઈ ઉલ્લેખ નથી. 26 પોઝીટીવ કેસ જે આવેલ છે તે તમામ જુના કેસો ગણાવ્યા છે જે ખરેખર અત્યાર સુધીમાં તેના સતાવાર આંકડા કે તેની માહિતી આપવામાં આવી નહોતી. જો કે હવે આજે નવા લિસ્ટના નામ આવશે અને આંકડો પણ વધશે. આથી આ કેસ નવા જ ગણાશે તેવું કમિશ્નરએ જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published.