Home South-Gujarat ડાંગ જિલ્લાનાં આહવામાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ..

ડાંગ જિલ્લાનાં આહવામાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ..

121
0

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આજે સંવિધાન યાત્રા યોજાઈ.26મી નવેમ્બર સંવિધાન દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યનાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને  પ્રદેશ મીડિયા સેલનાં પ્રવક્તા દીપિકાબેન ચાવડાનાં અધ્યક્ષ સ્થાને ભારત રત્ન વિશ્વ વિભૂષિત મહા માનવ ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વિશાળ રેલી કાઢવામાં આવી હતી…
ભારતનાં સંવિધાન દિવસની ઉજવણીનાં ભાગરૂપે આજે આહવામાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યનાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને પ્રદેશ મીડિયા સેલનાં પ્રવક્તા દીપિકાબેન ચાવડાનાં અધ્યક્ષતામાં આહવા નગરનાં મુખ્ય માર્ગ ઉપર ભાજપનાં આગેવાનો દ્વારા ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી.રાષ્ટ્રનાં યશસ્વી વડાપ્રધાન માનીનય નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2015થી દરવર્ષે  26મી નવેમ્બરે સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ.જે અનુસંધાને ડાંગ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી આહવા નગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આહવા નગરનાં વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરી ડાંગ સ્વરાજ આશ્રમનાં ટીમ્બર હોલ ખાતે સભાનું આયોજન કરી સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંગઠન પ્રભારી પ્રફફૂલભાઈ પાનસેરિયાએ જણાવ્યુ હતુ કે ડો. બાબા સાહેબ આંબેડકરજીનાં સંવિધાનથી લોકોને ગર્વભેર જીવન આપવામાં મહત્વનું રહ્યુ છે.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પ્રદેશ મીડિયા સેલનાં પ્રવક્તા દીપિકાબેન ચાવડાએ સ્થાનિક આદિવાસી બોલીમાં સપથ લેવડાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે ડો.બાબા સાહેબ આંબેડકરજીએ સંવિધાનમાં સામાન્ય નાગરિકોના હક્ક, સુવિધાઓ, અને અધિકારો માટે કરેલી જોગવાઈથી ગર્વભેર જીવી રહ્યા છે.સંવિધાન દિવસ ગૌરવ યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ હતુ કે ભારતનાં ઇતિહાસમાં દેશ સમૃદ્ધ હોય જેથી સોને કી ચીડિયા ગણાતો હતો.1857થી આઝાદી સુધી સંવિધાન માટે લડાઈ સંગ્રામ ખેલાયો,જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ જીવ ગુમાવ્યા.આઝાદી માટે લડવૈયાઓ માટે દરેક કોમના આગેવાનોએ મહત્વનો યોગદાન આપ્યુ હતુ.આઝાદીનાં સંગ્રામમાં આદિવાસી યોદ્ધાઓએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.જેને ભૂતકાળની કોંગ્રેસ સરકારે યોદ્ધાઓની શુરવીરતા યાદ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી,આવા શુરવીર આદિવાસી શુરવીરોને યાદ કરી તેની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પહેલ કરી છે.દેશનું ગૌરવંતુ સંવિધાન લખવા વિશ્વ વિભૂષિત ડો. બાબા સાહેબ આંબેડકરજીનાં કારણે વંચિતો, કચડાયેલા સમાજોને માનભેર જીવન જીવવાનાં અધિકારો મળ્યા છે.જેથી તેમની સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરી ધન્યતા અનુભવી છે.આ કાર્યક્રમમાં સંગઠન પ્રભારી પ્રફફૂલભાઈ પાનસેરિયા,ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ પાર્ટી પ્રમુખ દશરથભાઇ પવાર, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત,મહામંત્રીઓ રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ ગાવીત,હરીરામ સાંવત,જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવ,રાહુલભાઈ બચ્છાવ,અધ્યક્ષ દિપકભાઈ પીંપળી,ડાંગ અનુસૂચિત જાતિ મોરચાનાં પ્રમુખ પ્રવીણભાઈ આહિરે,સંજયભાઈ પાટીલ, સતિષભાઈ સૈદાને,આઇટી સેલ દક્ષિણ ઝોન પ્રભારી રાજુભાઇ બારૈયા, રમેશભાઈ ચૌધરી, વિશ્વનાથ મહાલે, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ,પદાધિકારીઓ મહિલા મોરચા ,વિવિધ મોરચાના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા….


Previous articleડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ બેકાબુ ટ્રક યુટર્ન વળાંકમાં સંરક્ષણ દીવાલ પર ચડી જતા અકસ્માત સર્જાયો
Next articleઈન્સેન્લી ઇન્ડિપેન્ડન્સ ટીમ ઉડાન દ્વારા ગાંધીધામ મધ્યે રસીકરણ કેમ્પ યોજાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here