આગામી દિવાળી સુધી અમે આ ઓવરબ્રિજ નું સંપૂર્ણ કામ કામ પૂર્ણ કરી પ્રજા માટે ખુલ્લો મૂકીશું: પ્રોજેકટ મેનેજર
આણંદ શહેર માં બોરસદ ચોકડી રેલ્વે ફાટક પાસે થતાં ટ્રાફિક જામ સ્થિતિ ને ધ્યાન માં લઈને બોરસદ ચોકડી થી રેલ્વે ફાટક પાસે ઓવરબ્રિજ બનવાની મંજૂરી મળતાની સાથે કંપની ધ્વારા આ બ્રિજ ની કામગીરી પૂર જોસ માં શરૂ કરી દીધી છે. જેને લઈને માર્ગ મકાન વિભાગ ધ્વારા રેલ્વે ફાટક થી લોટિયા ભાગોળ તરફના માર્ગ પર આવેલા સંપાદિત કરાયેલા દબાણો તથા બાંધકામો તોડીને કામ નો પ્રારભ કરવામાં આવ્યો હતો.
જેને લઈને આગામી દિવાળી સુધીના સમય માં આ બીજ શરૂ કરવામાં આવશે એવું કંપની ના પ્રોજેકટ મેનેજર શ્રી ધ્વારા જણાવવામાં આવ્યું છે. અને આ કામ વહેલી માં વહેલી તકે પૂરું કરી આણંદ તથા આજુબાજુના ગામડા ઓની પ્રજાને આ બ્રિજ પરથી જવાનો મોકો મળશે. આ બ્રિજ બન્યા બાદ બોરસદ ચોકડી અને ફાટક પાસે ટ્રાફિકજામ ની સમસ્યાનું નિવારણ આવી જસે.
(ભાવિનકુમાર પ્રજાપતિ-આણંદ)