Home India નહેરુ-ગાંધી પરિવાર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ચર્ચિત અભિનેત્રીનું Twitter એકાઉન્ટ ફરી સસ્પેન્ડ,...

નહેરુ-ગાંધી પરિવાર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ચર્ચિત અભિનેત્રીનું Twitter એકાઉન્ટ ફરી સસ્પેન્ડ, જાણો શું કહ્યું

1
0

બોલિવૂડ એક્ટ્રેસ અને ‘બિગ બોસ’માં નજરે આવેલ પાયલ રોહતગી તેના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ઘણી વખત તે પોતાના નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. ત્યારે હવે એક્ટ્રેસનું ટ્વિટર એકાઉન્ટ, સાઇટના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
પાયલે આ અંગે એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહી છે કે તેને કોઈ કારણ બતાવ્યા વગર તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે હવે ટ્વિટર પર #BringBackPayal પણ ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આપને જણાવી દઈએ કે પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને દરેક મુદ્દાઓ પર ખુલી અને બેબાક રીતે પોતાના વિચાર લોકો સામે રજૂ કરે છે. જેના કારણે તે ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. ત્યારે હવે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ટ્વિટરના એ મેસેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે જેમાં તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની વાત કહી છે.બોલિવૂડ એક્ટ્રેસ અને ‘બિગ બોસ’માં નજરે આવેલ પાયલ રોહતગી તેના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ઘણી વખત તે પોતાના નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. ત્યારે હવે એક્ટ્રેસનું ટ્વિટર એકાઉન્ટ, સાઇટના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
પાયલે આ અંગે એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહી છે કે તેને કોઈ કારણ બતાવ્યા વગર તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે હવે ટ્વિટર પર #BringBackPayal પણ ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આપને જણાવી દઈએ કે પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને દરેક મુદ્દાઓ પર ખુલી અને બેબાક રીતે પોતાના વિચાર લોકો સામે રજૂ કરે છે. જેના કારણે તે ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. ત્યારે હવે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ટ્વિટરના એ મેસેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે જેમાં તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની વાત કહી છે.

Previous articleકુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનની વધુ એક નફ્ફટાઈ, આખરે દેખાડ્યો તેનો ‘નાપાક’ ચહેરો
Next articleમોદી સરકારની દેશવાસીઓને મોટી ભેટ : મફત અનાજ, સસ્તા ભાડાના ઘર, મફત ગેસ સિલિન્ડર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here