Home India LAC પર વિવાદ: દુનિયાએ પણ માન્યું કે ભારત સામે બેકફૂટ પર ચીન,...

LAC પર વિવાદ: દુનિયાએ પણ માન્યું કે ભારત સામે બેકફૂટ પર ચીન, આ રહ્યો રિપોર્ટ

17
0

ચાલબાજ ચીનના જવાબમાં ભારત દ્વારા ઉઠાવામાં આવેલા પગલાંથી ડ્રેગન સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયું છે. ચીનને સમજાતું નથી કે હવે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું. યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેનાએ ચતુરાઇથી અને જે રીતે તેનો જવાબી કાર્યવાહી કરી તેનાથી ચીન મૂંઝવણની સ્થિતિમાં આવી ગયું છે. ના તો તે આ મુદ્દાને ઉકેલવાની સ્થિતિમાં છે કે ના તો લાંબા સમય સુધી તેમાં ફસાયેલું રહી શકે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીન ભારત સાથે બિનજરૂરી વિવાદને વધારીને તિબેટ અને તાઇવાન જેવા ગંભીર મુદ્દાઓમાં ઘેરાઇ શકે છે. હકીકતમાં તો તાજેતરમાં ચીની સરકારે તિબેટ પર નિયંત્રણ વધારવાની તેની યોજનાઓની જાહેરાત કરી હતી. તેને તિબેટના લોકોના માનવાધિકારના ઉલ્લંઘન કરવા અને તેમની ધાર્મિક સ્વતંત્રતા છીનવવાના પ્રયાસ તરીકે જોઇ રહ્યા છે. અમેરિકા સહિત ઘણા દેશો તિબેટને લઇ ચીનને નિશાન બનાવતા રહ્યા છે. તેથી યુરોપિયન થિંક ટેંકનું માનવું છે કે જો ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતની સાથે વિવાદને સતત વધારે છે, તો તેને આ મોરચા પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ભારત આ મુદ્દાઓને ઘેરી શકે છે
અહેવાલમાં જણાવ્યા અનુસાર, ચીનને તેની ભાષામાં જવાબ આપવા માટે નવી દિલ્હી તિબેટ વિવાદને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારપૂર્વક ઉઠાવી શકે છે. આ મુદ્દો આમેય કેટલાંય દેશોની યાદીમાં સામેલ છે, તેથી ભારતના પ્રયત્નો માટે હંમેશાં પૂરતો ટેકો મળશે તેવી આશા બની રહેશે. આ સિવાય તાઇવાન, હોંગકોંગ અને દક્ષિણ ચીન સમુદ્રના મુદ્દે પણ ભારત બેઇજિંગ વિરૂદ્ધ પશ્ચિમી દેશોનું સમર્થન કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય મીડિયાનો હવાલો
રિપોર્ટમાં ભારત-ચીન સરહદ વિવાદને લગતા આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો પણ ટાંકવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે બ્રિટિશ દૈનિક ‘ધ ટેલિગ્રાફ’ એ દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોએ ચીની સેનાના ઘૂસણખોરીના કાવતરાને માત્ર નિષ્ફળ જ બનાવ્યું નથી પરંતુ બદલામાં કેટલીક ચીની છાવણીઓ પણ કબ્જો કર્યો. તે જ રીતે ધ ટેલિગ્રાફે દાવો કર્યો હતો કે લગભગ 500 ચીની સૈનિકોએ ચૂશુલ ગામ નજીક સાંકડી ખીણ સ્ફંગગુરને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી બંને પક્ષે અથડામણ થઈ હતી. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઇ હતી.


Previous article1994માં ખોટી રીતે વટાવેલા રૂ. 2242ના ચેક બદલ રૂપિયા 55 લાખ ચૂકવવા તૈયાર!
Next articleહેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરનારા ચેતજો, મહિલા મીણબત્તી પ્રગટાવતી હતી અને પછી જે થયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here