South-Gujarat

ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં સતત ઉછાળો નોંધાઈ રહયો

ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં સતત ઉછાળો નોંધાઈ રહયો છે.ત્યારે જિલ્લામાં કોરોનાની ચેઈનને તોડવા માટે શિક્ષકો દ્વારા કરાશે જનજાગૃતિ અભિયાન…રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનામાં વિસ્ફોટક સ્થિતિમાં કોરોનાનાં કેસો વધી રહયા છે. ત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અને કોરોનાની ચેઈનને તોડવા માટે શિક્ષકો જનજાગૃતિ અભિયાન કરશે.ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સંઘ,પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંચાલન મંડળ નાં તમામ પ્રમુખ, મંત્રીઓ સારસ્વત મિત્રોને કોરોના અંગેની જનજાગૃતિ અભિયાનમાં જોડાવવાનો અનુરોધ કરાયો છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં લોકોને દવા,સોશિયલ ડિસ્ટન્સ જાળવવા,માસ્ક પહેરવુ,વારંવાર હાથ ધોવા,કામ વગર બહાર ન નીકળવુ,અને 45 પલ્સ તેમજ 1લી મેથી 18 વર્ષથી ઉપરનાં યુવા વર્ગને વેક્શીનેશન માટે તૈયાર કરવા જનજાગૃતિ અભિયાન કરવા અપીલ કરાઈ છે.આ માટે ગ્રામ્ય લેવલે શાળાની બહાર તથા ગામમાં જાહેર સ્થળોએ નોટિસ બોર્ડ મુકવુ,વિદ્યાર્થીઓ અને વાલીઓને જાગૃત કરવા, શાળાનો દરેક વિદ્યાર્થી તેમના સગા સંબધીને પોસ્ટકાર્ડ લખે,તથા દરેક શિક્ષક આચાર્ય,એસ.એમ.સી વધુમાં વધુ લોકોને ફોન કરી જાગૃત કરે તેવી અપીલ કરાઈ છે…

Leave a Reply

Your email address will not be published.