વોર્ડ નં.5 ના પાલીકા સદસ્ય પ્રેગ્નેશ રામી દ્વારા વોર્ડમાં કામગીરી હાથ ધરાતા લોકોને રાહત
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હાલમાં કોરોના સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું હોય રાજપીપળામાં ઘણા વિસ્તારોમાં પોજેટિવ કેસો નિકળતા નગરપાલિકા દ્વારા સંક્રમિત વિસ્તારોમાં સેનટાઈજ ની કામગીરી છેલ્લા 15 દિવસથી ચાલી રહી હોય તાજેતરમાં વોર્ડ નં.5 માં પણ કેટલાક પોજેટિવ કેસો જોવા મળતા વોર્ડ નં.5 માંથી ચૂંટાયેલા પાલીકા સદસ્ય પ્રેગ્નેશ રામી ની દરમિયાનગીરી થી વોર્ડમાં સેનટાઈજ ની યોગ્ય કામગીરી કરાવવામાં આવી રહી છે જેમાં હાલમાં દરબાર રોડ,માલી વાડ, પારેખ ખડકી સહિતના વોર્ડ.5 ના વિસ્તારોમાં આ કામગીરી થઈ છે.