Corona-live

ડાંગ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટક ગતિએ ઉછાળો

જિલ્લામાં આજરોજ વધુ 14 જેટલા પોઝીટીવ કેસો સામે આવતા કુલ આંકડો 360 પર પોહચ્યો છે….

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વિસ્ફોટક ગતિએ કોરોનાનાં કેસોમાં વધારો નોંધાઈ રહયો છે. ડાંગ જિલ્લામાં કોરોનાની કહેર અટકવાનું નામ ન લેતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય લેવલે પણ વધી ગયુ છે.ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ ડી.સી.ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ ડાંગ જિલ્લામાં 14 નવા એક્ટીવ કેસ નોંધાયા છે.ડાંગ જિલ્લામાં આજરોજ ઘોઘલીનો 25 વર્ષીય યુવાન,આહવાનો 30 વર્ષીય યુવાન,સોળમાળની 19 વર્ષીય યુવતી,ભવાનદગડની 85 વર્ષીય વૃદ્ધા અને 70 વર્ષીય વૃદ્ધા,સોડમાળનો 24 વર્ષીય યુવાન,ધવલીદોડનો 46 વર્ષીય પુરૂષ,ગાઢવી ગામનાં 24 વર્ષીય યુવાન,36 વર્ષીય મહિલા,52 વર્ષીય મહિલા,56 વર્ષીય પુરૂષ,20 વર્ષીય યુવક,જામલાપાડાની 19 વર્ષીય યુવતી,ઘોડીની 20 વર્ષીય યુવતીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાનો આંકડો 360 પર પોહચ્યો છે.જેમાંથી 302 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી છે.જ્યારે કુલ 58 દર્દીઓ એક્ટીવ હોય સારવાર હેઠળ રખાયા છે.

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.