Home Business કોરોનાના કારણે આર્થિક મોરચે સૌથી ઝડપી ફટકો પડ્યો.

કોરોનાના કારણે આર્થિક મોરચે સૌથી ઝડપી ફટકો પડ્યો.

14
0

2020નું વર્ષ પસાર થવાનું છે. આ વર્ષ સદીઓથી સુધી યાદ રહેશે. વર્ષની શરૂઆતમાં કોરોના રોગચાળો (Corona Pandemic) ફાટ્યો અને તે અંત સુધી કહેર ફેલાવતો રહ્યો. કોરોનાને કારણે તમામ પ્રકારની ગતિવિધિઓ અટકી ગઈ હતી. આ રોગચાળાને રોકવા માટે લોકડાઉન (Lockdown) જેવા સખત નિર્ણયો લેવા પડ્યા હતા. આ રોગચાળાને કારણે જન-ધન બંનેને નુકસાન પહોંચ્યું છે.
કોરોનાના કારણે આર્થિક મોરચે સૌથી ઝડપી ફટકો પડ્યો છે. માર્ચમાં કોરોનાના ડરના લીધે શેરબજાર (Stockmarket) તૂટી ગયું હતું. રોકાણકારો (Investor)માં હાહાકાર મચી ગયો હતો. શેરબજારે રોકાણકારોને એક રીતે કંગાળ કરી દીધા. કોઈને પણ એવી અપેક્ષા નહોતી કે બજારમાં આટલી ઝડપથી રોનક પાછી આવશે. પરંતુ જો આ વર્ષની શરૂઆતમાં અને વર્ષના અંત સુધીમાં રોકાણકારો કંગાળ થયા અને વર્ષ જતા-જતા રોકાણકારો નાદાર પણ થઇ ગયા.
વાત એમ છે કે કોરોનાના કહેરના લીધે માર્ચમાં શેર બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 23 માર્ચે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. 23 માર્ચે સવારે 10 વાગ્યે લોઅર સર્કિટ લાગી હતી તે પહેલાં જ બીએસઈ (BSE)માં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ.10,29,847 કરોડ ઘટીને 1,05,79,296 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે વેપારના શરૂઆતના એક કલાકમાં રોકાણકારોના લગભગ 10 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા.
વાત એમ છે કે કોરોનાના કહેરના લીધે માર્ચમાં શેર બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 23 માર્ચે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. 23 માર્ચે સવારે 10 વાગ્યે લોઅર સર્કિટ લાગી હતી તે પહેલાં જ બીએસઈ (BSE)માં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ.10,29,847 કરોડ ઘટીને 1,05,79,296 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે વેપારના શરૂઆતના એક કલાકમાં રોકાણકારોના લગભગ 10 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.
વાત એમ છે કે માર્ચ અને તેના કેટલાંક મહિનાઓ બાદ સુધી કોઈને એવી અપેક્ષા નહોતી કરી કે ભારતીય શેરબજારમાં આટલી ઝડપથી તેજી આવશે અને સેન્સેક્સ-નિફ્ટી ડિસેમ્બરમાં ઉચ્ચ સ્તરે એક નવો રેકોર્ડ બનાવી દેશે. કારણ કે મોટા ઘટાડા બાદ 23મી માર્ચના રોજ સેન્સેક્સ 25981 અંક પર બંધ થયો હતો અને આ જ રીતે નિફ્ટી 7,610.25 પર બંધ રહ્યો હતો. જ્યાંથી આજ સુધી અંદાજે 80 ટકાથી વધુની તેજી જોવા મળી છે.
શેરબજારે 23મી માર્ચ બાદ પાછું વળીને જોયું નથી. કેટલાક મહિનાઓ સુધી બજારની તેજીને જોતા રોકાણકારો એ વાતથી ડરતા હતા કે માર્કેટમાં ફરીથી બજારમાં ખળભળાટ ના મચી જાય. કારણ કે શેર બજારની ગતિવિધિ અર્થતંત્રની ગતિની વિરુદ્ધ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના કટોકટીના કારણે અર્થવ્યવસ્થા પર ચારેબાજુથી માર પડ્યો છે.
જીડીપીમાં જૂન ક્વાર્ટરમાં 23.9 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો સિલસિલો ચાલુ છે. સેન્સેક્સ અને નિફ્ટીએ 16 ડિસેમ્બરના રોજ એક નવો રેકોર્ડ બનાવ્યો. સેન્સેક્સ 46,666 ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 13682 ના સ્તર પર બંધ રહ્યો. માર્ચથી હવે એક રોકાણકારની દ્રષ્ટિથી શેર માર્કેટ એ શાનદાર વળતર આપ્યું છે.
આ બધાની વચ્ચે અર્થતંત્રમાં રિકવરીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે ત્રણ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેના હવે સકારાત્મક સંકેત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટેની રણનીતિમાં લાગેલા છે. જ્યારે તમામ રેટિંગ એજન્સીઓએ ભારતીય અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતા ઝડપી રિકવરીનું અનુમાન વ્યકત કર્યું છે.
એવામાં જો ઇકોનોમીની ગાડી પાટા પર ફરીથી ફરે છે તો શેર બજારની ચાલ વધુ વેગવંતી થઇ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હવે સેન્સેક્સ 50 હજારના આંકડાને સ્પર્શ કરે તેવી ચર્ચા છે. ભલે આ આંકડા સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ ટાર્ગેટ બહુ મોટો નથી.


Previous articleભારત સરકારે આ રસ્તાને ખોલવાને લઇ ઘણી ચર્ચા કરી અને આ રસ્તાને સુધાર્યો અને આજે એ દિવસ આવી ગયો જ્યારે ફરીથી આ રેલવે રૂટ શરૂ થઇ.
Next articleદુનિયાના કેટલાંય દેશોમાં કોરોનાની રસી આવવા છતાંય વાયરસનો ખતરો વધતો જઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here