Surat

અંકલેશ્વર માં કોરોનાનું સંક્રમણ વધતા પરપ્રાંતીય શ્રમિકોનું વતન તરફ પ્રયાણ

ઉત્તર-દક્ષિણ ભારત જતી ટ્રેનોમાં ૧૫ જૂન સુધી રિઝર્વેશન ફૂલ

પરપ્રાંતીય શ્રમિકો વતન વાપસી કરતા અંકલેશ્વર ના ઉદ્યોગોને નુકશાન

અંકલેશ્વર તાલુકા સહીત ગુજરાતમાં કોરોના ના વધતાં જતાં કેસને ધ્યાનમાં રાખી પરપ્રાંતિય શ્રમિકો હવે વતન તરફ વાપસી કરવા લાગ્યાં છે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર રીઝર્વેશન માટે પરપ્રાંતીયો ની કતારો લાગી હતી જો કે ઉત્તર અને દક્ષિણ ભારતના વિવિધ શહેરો માં જતી ટ્રેનો માં ૧૫ મી જુન સુધી રીઝર્વેશન ફુલ થઇ ગયું છે તો બીજી તરફ કોરોના ના કારણે પરપ્રાંતીય શ્રમિકો ની વતન વાપસી ના કારણે અંકલેશ્વર પાનોલી ના ઉદ્યોગો ને મોટો ફટકો પડે તેવા એંધાણ વર્તાય રહયા છે.

ગત વર્ષે કોરોના ના કારણે લાદવામાં આવેલાં લોકડાઉન દરમ્યાન વતન માં પરત જવા માટે શ્રમિકો એ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો અને વતનમાં પરત ગયેલાં કેટલાક શ્રમિકો રોજગારી માટે ગુજરાત માં પરત ફર્યા છે તો કેટલાક શ્રમિકો એ તો વતન માં જ રોજગારી મેળવી લીધી છે ચાલુ વર્ષે કોરોના ની ઘાતક લહેર ચાલી રહી છે ભરૂચ જીલ્લા માં મોત ના આંકડા ઓ વધી રહ્યા છે કોરોના બેકાબુ બની રહયો છે ત્યારે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં નોકરી કરતા પરપ્રાંતિય શ્રમિકો પણ હવે તેમના વતનમાં પરત જવા આતુર બન્યાં છે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર રિઝર્વેશન માટે પરપ્રાંતિય શ્રમિકો ની લાંબી કતારો જોવા મળી હતી ગત વર્ષે લોકડાઉન માં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન થી ૩૫ જેટલી વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી ૪૫૦૦૦ થી વધુ પરપ્રાંતિયો ને વતન રવાના કરાયા હતા ગત વર્ષની જેમ દોડધામ ન કરવી પડે તે માટે શ્રમિકો પાણી પહેલા પાળ બાંધી રહયાં છે અંકલેશ્વર થી પસાર થતી બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત સાઉથ ની સ્પેશ્યલ ટ્રેનોમાં રિઝર્વેશન ૧૫ જૂન સુધી ફૂલ થઈ ગયું છે ઉત્તર ભારત અને સાઉથ ની ટ્રેનોમાં ભરૂચ-અંકલેશ્વર થી જ વેઇટિંગ નો આંકડો આગામી ૫૨ દિવસ સુધી ૪૮ થી લઈ ૧૩૩ થી વધુનો થઈ ગયો છે
નોંધનીય છે કે હાલ પણ કોરોનાની ભયાનક કહેરને લઇ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી તેમજ ખાનગી કચેરી અને ઉદ્યોગોને ૫૦ ટકા કામદારો સાથે કામ કરવા ની ફરજ પાડવામાં આવી રહી છે તેવાં ભૂતકાળ ને યાદ કરીએ તો એક વર્ષ પહેલાની શરૂઆતી કોરોનાની લહેરમાં લોકડાઉન કરવામાં આવતા સૌથી વધુ હાડમારી નો સામનો કરવાનો વારો ગરીબ અને મધ્યમ વર્ગીય કામદારોને આવ્યો હતો જેનો ભોગ કામદાર અને ઉદ્યોગો બન્યા હતા અને ફરી એકવાર અંકલેશ્વર માં કોરોના ની દહેશત વધતા હવે કામદારો અને ઉદ્યોગકારો ને ગંભીર સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.