(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં મચ્છી માર્કેટમાં ૦૧, દોલત બજારમાં ૦૧, ગુજરાત હાઉસિંગમાં ૦૧ તથા નાંદોદના તરોપામાં ૦૧, ધાનપોર માં ૦૧, વડીયા મા ૦૨, આમલેથા માં ૦૧, રામપુરામાં ૦૧, વાવડીમાં ૦૧, લાછરસ માં ૦૧ તથા ગરુડેશ્વર ના કોઠીમા ૦૧, કારેલી મા ૦૧, મોજરામાં ૦૧, આમદલા માં ૦૧ તથા દેડિયાપાડાના બોગજમાં ૦૧, આંબાવાડીમાં ૦૧, દેડિયાપાડામાં ૦૧, માથાસર માં ૦૧ તથા સાગબારાના ખડકુની મા ૦૧, સેલંબા માં ૦૧, ધાવલીવેરમાં ૦૧, સાગબારામાં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૩ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૨ દર્દી દાખલ છે, આજે ૧૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૪૨૮ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૬૯૩ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૩૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.