Home Gujarat સાવરકુંડલા માં શિવાજી નગર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

સાવરકુંડલા માં શિવાજી નગર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

3
0

ગુજરાતના પનોતા પુત્ર તેમજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ટીકાકરણ અભિયાન મહોત્સવનું આયોજન કાશી વિશ્વનાથ મંદિરે કરવામાં આવ્યું હતું તેમાં નગરપાલીકા સભ્ય શ્રી અજયભાઈ ખુમાણ, મંજુલાબેન ચિત્રોડા,પિયુષભાઇ મશરૂ, ઉપસ્થિત રહ્યા હતા..

તેમજ સંજયભાઈ ત્રિવેદી, અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર,અમરેલી જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ શિંગાળા, યુવા ભાજપ અગ્રણી નીરજભાઈ ત્રિવેદી, યજ્ઞેશદાદા ત્રિવેદી, કૌશિક દાદા ત્રિવેદી,નયનભાઈ ગેડીયા,મુકેશભાઈ ધોબી, વિવેક સિદ્ધપુરા, અમિતભાઈ પંડ્યા(દાદા), રાજુભાઈ ઠક્કર, ભરત બાપુ, જીતુદાદા, ગીરીશભાઈ નાંદોલિયા, યુવા ભાજપ અગ્રણી મિતેશભાઈ એસ. ઉનડકટ, તેમજ અર્બન હેલ્થ સેન્ટરના બગડા રોહિતભાઈ તેમજ સાવરકુંડલા કે. કે હોસ્પિટલ માંથી જાદવ ભારતી, રજાત જૈના તેમજ આંગણવાડીના બહેનો દ્વારા પુરતો સહયોગ પ્રાપ્ત થયેલ અને આ આયોજનને શિવ પરીવાર દ્વારા અનોખું આયોજન કરી લોકોને વેક્સિન લેવાની અપીલ કરી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત જેટલા લોકોએ વેક્સિન લીધી તે લોકોને ડી. જે. ડોડીયા તરફથી એક માસ્ક, એક સેનિટાઈઝર ની બોટલ, તેમજ એક બલ્બ આપવામાં આવ્યા હતા. ઉપરાંત શૈલેષભાઈ ચૌહાણ દ્વારા પંખીને પાણી પીવાના કુંડા આપવામાં આવ્યા હતા.


બ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા
મો:93770 74192

Previous articleકોસંબા ગામમાં સંપૂર્ણ લોકડાઉન અંગેનો કોઈ નિર્ણય લેવાયેલ નથી
Next articleઅંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે વિનામૂલ્યે કોવિડ ટેસ્ટિંગ નો પ્રારંભ કરાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here