Home International કોરોના વાઇરસના કણો અનેક સેકંડ સુધી તેની પાછળ પૂંછડીની જેમ ભમે છે...

કોરોના વાઇરસના કણો અનેક સેકંડ સુધી તેની પાછળ પૂંછડીની જેમ ભમે છે તેમ એક અભ્યાસ ચેતવણી ઉચ્ચારે છે.

86
0

કોરિડોર જેવા સાંકડા માર્ગ પર કોરોના સંક્રમિત વ્યક્તિના ફેસમાસ્ક વગરના ખુલ્લા મુખમાંથી બહાર પડતા કોરોના વાઇરસના કણો અનેક સેકંડ સુધી તેની પાછળ પૂંછડીની જેમ ભમે છે તેમ એક અભ્યાસ ચેતવણી ઉચ્ચારે છે. કોમ્પ્યૂટર સિમ્યુલેશનમાંથી આ માહિતી બહાર આવી છે જે દર્શાવે છે કે આગળ ચાલતાં વ્ચક્તિ મારફત ઉધરસ દ્વારા હવામાં ફેંકવામાં આવતા વાઇરસના કણોનું વર્તન કેવું હોય છે. હવાનો વહેતો પ્રવાહ આ કણોને વ્યક્તિની પાછળ ૧૬ ફૂટ સુધી તેની છાતીની ઊંચાઈ સુધી હવામાં તરતા રાખે છે જેને પરિણામે સોશિયલ ડિસ્ટન્સિંગ સામે પણ નોંધપાત્ર જોખમ ઊભું કરે છે અને બાળકો માટે સંક્રમણનું જોખમ અનેકગણું વધી જાય છે કેમ કે તે સીધા તેના ચહેરા સાથે જ અથડાય છે. બેઇજિંગની ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના સંશોધનકારોએ પાંચ ફૂટ ૧૧ ઇંચની ઊંચાઈ ધરાવતા અને કલાકના ૩.૫ માઇલની ઝડપે ચાલતા વ્યક્તિનો ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો હતો.
તેમણે ખુલ્લી જગામાં અને સાંકડા કોરિડોરમાં પ્રયોગ કર્યો હતો કે જો આ વ્યક્તિ ફેસમાસ્ક વગર ખાંસી ખાય તો શું પરિણામ આવે. અગાઉના અભ્યાસોમાં વિસ્તારની કોઈ શરત વગર સંક્રમણના ચેપની ખાસ તપાસ કરવામાં આવી હતી. આ નવા અભ્યાસમાં તપાસ કરવામાં આવી હતી કે આ કણો કેવી રીતે ભિન્ન વર્તન કરે છે. તેમને જાણવા મળ્યું હતું કે જ્યારે સંક્રમિત વ્યક્તિ સાંકડી જગામાં ચાલતો હોય છે ત્યારે જીવલેણ વાઇરસને લઈ જવા એરબોર્ન ડ્રોપલેટ્સ એક ચોક્કસ પેટર્નની રચના કરે છે. કમ્પ્યૂટર વિઝયુલાઇઝેશન દર્શાવે છે કે હવાના પ્રવાહ દ્વારાવાઇરસના કણો એક વ્યક્તિની પાછળ તે ચાલે તેમ અનુસરે છે અને તેની પાછળ કેટલાક ફૂટ દૂર સુધી ચેપી વાઇરસનું જાળં પાથરી દે છે.
સંક્રમિત વ્યક્તિની પાછળ પાતળી, અદૃશ્ય વાઇરસની પૂંછડી રચાય છે
જ્યારે દીવાલો પાસેપાસે હોય અને હવાનો પ્રવાહ એક જ દિશામાં હોય ત્યારે તેના સીધાં પરિણામ તરીકે રચાય છે અને તે ખૂબ જ કેન્દ્રિત હોય છે. જોકે ખુલ્લી જગામાં સંશોધનકારોને જાણવા મળ્યું હતું કે સંક્રમિત વ્યક્તિ કફ વાટે વાઇરસ બહાર ફેંકે છે ત્યારે તેની પ્રતિક્રિયા અલગ હોય છે. જ્યારે હવા વ્યક્તિના ખભા પર થઈને તેની પીઠ પાછળ જાય છે ત્યારે તે તેની છાતીની આસપાસ પણ ઘૂમે છે અને પાછળ જાય છે. આના પરિણામે કફ દ્વારા ખુલ્લી હવામાં ફેંકવામાં આવેલા કણો રિ-સર્ક્યુલેશનના બબલમાં ગૂંચવાઈ જાય છે. મોટાભાગના વાઇરસ તેની પાછળ જ જમીન પર બેસી જાય છે પરંતુ કેટલાક કણ સમૂહ વ્યક્તિ જેમ ચાલે તેમ તેને અનુસરે છે જેને પરિણામે આ સંક્રમિત વ્યક્તિની પાછળ પાતળી અને અદૃશ્ય વાઇરસની પૂંછડી રચાય છે. આ પૂંછડી પુખ્ત લોકોની સરખામણીએ બાળકો માટે વધારે જોખમી સાબિત થઇ શકે છે, કેમ કે આ પૂંછડી પુખ્ત લોકોની છાતી સુધી પહોંચે છે ત્યારે બાળકોનાં મુખ સુધી પહોંચે છે.
બાળકો માટે સંક્રમિત થવાનું જોખમ ઘણું વધારે રહે છે
આ અભ્યાસના લેખક ઝાઇલોઇ યંગ ઉમેરે છે કે, આ અભ્યાસનાં પરિણામો જાહેર કરે છે કે કેટલાક કિસ્સામાં બાળકો માટે સંક્રમિત થવાનું જોખમ ઘણું વધારે રહે છે. ખાસ કરીને જ્યારે તે લાંબા સાંકડા કોરિડોરમાં સંક્રમિત વ્યક્તિની પાછળ ચાલતા હોય. સંક્રમિત વ્યક્તિને ઉધરસ આવે તે પછીની ૫ સેકંડ દરમિયાન ડ્રોપલેટની એકાગ્રતા એટેચ મોડની સરખામણીએ ડિટેચ મોડમાં ઘણી ઊંચી હોય છે. આ અભ્યાસના આધારે જોઈએ તો સુરક્ષિત સોશિયલ ડિસ્ટન્સ નક્કી કરવું એક મોટો પડકાર છે. ખાસ કરીને જ્યારે સાંકડા કોરિડોર જેવાં સ્થાનો પર. આવાં સ્થાનો પર વ્યક્તિ સંક્રમિત દર્દીથી ઘણો પાછળ ચાલતો હોવા છતાં પણ તેને ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે.
વપરાયેલાં માસ્ક પહેરવા એ ન પહેરવા બરાબર જ છે : નિષ્ણાતો
એક નવો અભ્યાસ દર્શાવે છે કે કોરોના વાઇરસ સામે રક્ષણ કરવાના મોરચે માસ્ક ના પહેરવા કરતાં વપરાયેલું માસ્ક પહેરવું ઓછું અસરકારક છે. વપરાયેલાં માસ્ક પહેરવા એ ન પહેરવા બરાબર જ છે તેમ નિષ્ણાતો કહે છે. સંશોધનકારો ત્રણ સ્તર ધરાવતાં ર્સિજકલ માસ્કની વાત કરી રહ્યા છે જે હેલ્થકેર પ્રોફેશનલ્સમાં વધારે વપરાય છે. તેમને જાણવા મળ્યું હતું કે જ્યારે તે નવા હોય છે ત્યારે આ માસ્ક હવામાં પ્રસરેલાં અને ચેપ માટે સૌથી વધારે જવાબદાર કણોમાંથી લગભગ ૭૫ ટકાને ફિલ્ટર કરી શકે છે. પરંતુ જ્યારે તેનો એકવાર કરતાં વધારે વાર વપરાશ થાય છે ત્યારે તે સક્ષ્મ કણોમાંથી ફક્ત ૨૫ ટકાને જ ફિલ્ટર કરી શકે છે કેમ કે દરેક વપરાશ સાથે તે ડિફોર્મ થાય છે. અમેરિકન સંશોધનકારોની ટુકડી કહે છે કે આ અભ્યાસના તારણો દર્શાવે છે કે માસ્કના પ્રોટેક્શનની વાત આવે ત્યારે તેના આકારને પણ શા માટે મહત્ત્વ આપવું જોઈએ. તેઓ માને છે કે દરેક વપરાશ સાથે માસ્કના આકારમાં બદલાવ આવે છે અને તેના કારણે જ વપરાયેલા માસ્કને પહેરવાથી તેની અસરકારકતામાં ઘટાડો થાય છે. યુમાસ લોવેલ ખાતે બાયોમેડિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર અને આ સંશોધનના અગ્રણી ડો. જિનજિયાંગ કહે છે કે સ્વાભાવિક રીતે જ લોકો માને છે કે કશું ના પહેરવા કરતાં વાપરેલો માસ્ક પહેરવો વધારે સારો છે. પરંતુ અમારો અભ્યાસ દર્શાવે છે કે તે ફક્ત પાંચ માઇક્રોમીટર્સ કરતાં વધારે મોટા કણ માટે જ સાચું છે. ૨.૫ માઇક્રોમીટર કરતાં નાના કણ માટે તે સાચું નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here