Home Gujarat તાપમાનમાં ઘટાડાની સાથે જ વિવિધ સપાટી પર કોરોના વાયરસ લાંબા સમય સુધી...

તાપમાનમાં ઘટાડાની સાથે જ વિવિધ સપાટી પર કોરોના વાયરસ લાંબા સમય સુધી જીવિત રહેશે.

35
0

કોરોના મહામારી ની વિરુદ્ધ આખી દુનિયા જંગ લડી રહ્યું છે. ત્યારે હાલમાં જ કરાયેલ એક અભ્યાસમાં ઠંડી દરમિયાન કોરોના વાયરસના વ્યવહારને લઈને કેટલીક નવી જાણકારીઓ સામે આવી છે જે જાણવી આપણા માટે જરૂરી છે.
ઠંડા હવામાનમાં લાંબા સમય સુધી સક્રિય
મેડિકલ જર્નલ બાયોકેમિકલ એન્ડ બાયોફિજિકલ રિસર્ચ કમ્યુનિકેશન્સ માં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં ઘટાડાની સાથે જ વિવિધ સપાટી પર કોરોના વાયરસ લાંબા સમય સુધી જીવિત રહેશે. વૈજ્ઞાનિકો (Scientist)એ કાચ (Glass) પર કોરોના વાયરસની અસરનો અભ્યાસ કર્યો છે. સામાન્ય તાપમાન અને ઓછા તાપમાનને લઈને કરવામાં આવેલ અભ્યાસમાં મળી આવ્યુ છે કે ઠંડા હવામાનમાં વાયરસ લાંબા સમય સુધી સક્રિય રહે છે.
પ્રદૂષણથી દૂર રહો
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક રિપોર્ટ પ્રમાણે લાંબા સમય સુધી પ્રદૂષણના પ્રભાવમાં રહેવાથી કોવિડ-19થી મોતનો ખતરો વધી શકે છે. તો શિયાળાના દિવસોમાં પ્રદૂષણનો ખતરો પણ વધી જાય છે. એવામાં પ્રદૂષણથી બચવાના તમામ ઉપાય પણ થવા જોઈએ.
ઠંડીના દિવસોમાં શરદી-ઉધરસ સામાન્ય વાત છે. આ દિવસોમાં લોકો મોટી સંખ્યામાં નિમોનિયાનો શિકાર થઈ જાય છે. જો નિમોનિયાના લક્ષણ દેખાય તો, તેને હળવાશમાં ન લો. ડૉક્ટરને દેખાડો અને જરૂરી હોય તો કોરોનાની તપાસ કરાવો. સામાન્ય તો કોરોના વાયરસની સૌથી ખતરનાક વાત એ છે કે, તેના લક્ષણ મોડેથી નજર આવે છે.


Previous articleસોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્ત્વનો અભ્યાસ કરવાનું સૂચન
Next articleએઇમ્સના ખાતર્મુહત અંગે સ્થાનિક વહીવટી તંત્ર સુધી માહિતી મળી ન હોવાનું સામે આવ્યું તો બીજી બાજુ એઈમ્સ જવાનો માર્ગ નવા રસ્તાઓ બનાવવા આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here