South-Gujarat

જેસીઆઈ ભરૂચ દ્વારા કોરોના વોરિયર્સ નુ સન્માન કરવામાં આવ્યું.

હાલની કોરોના મહામારી માં તબિબિ ક્ષેત્રમાં, પોલીસ વિભાગ, લેબોરેટરી સ્ટાફ વિગેરે ક્ષેત્રોમાં કોરોના સંક્રમિત વ્યક્તિ ઓની સેવા, સારવાર, ફરજ બજાવતા કર્મચારીઓની અહમ ભુમિકા રહી છે. વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર સંસ્થા જેસીઆઇ ભરૂચ દ્વારા કોરોના મહામારીમાં સમાજમાં ડોકટરો પ્રત્યે એક સન્માનની લાગણી ઉદભવી રહી છે. ઉપરાંત રાતદિવસ જોયા વિના કોરોના દદૅીઓની સારવાર કરતા ડોકટર, ટેકનીશીયનો નો ઉત્સાહ વધારવા માટે જેસીઆઇ ભરૂચ દ્વારા વિવિધ હોસ્પીટલ, લેબોરેટરીના કોરોના વોરિયસૅનુ સન્માન કરવામાં આવ્યું. સન્માનિત વ્યક્તિવિષેશશ્રી ડો. પાર્થિવ દોશી – નારાયણ હોસ્પિટલ, ડો. રાજેશ શર્મા ગ્લોબલ લાઇફ કેર હોસ્પિટલ, ડો. ફરઝીન સૈયદ સેવાશ્રમ હોસ્પિટલ, ડો. ટલ્હા ભુરા આઇકોન હેલ્થકેર,
શ્રી રાજેશભાઈ રાણા અમી લેબોરેટરી જેવા કોરોના વોરિયર્સ નુ જેસીઆઇ ભરૂચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Leave a Reply

Your email address will not be published.