સુરતમાં હીરાના કારખાનાઓમાં કોરોના ચેપ વધવાથી હીરા એકમો બંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. સુરત મહાનગર પાલિકા કોરોના મહામારીમાં સુરતનો હીરા ઉધોગ ઝપેટમાં આવતા તેને ચાલું રાખવો કે બંધ કરવો તેના પર વિચાર કરવા મજબૂર બની છે. સુરતના હીરા ઉધોગોમાં કામ કરતા રત્નકલાકારોના 572 કેસ થવાથી મનપાની ચિંતામાં વધારો થયો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં કોરોના કેસ વધી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાનું માનવું છે કે સમગ્ર શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓ વધી રહ્યા છે. રવિવારે 49 જેટલા રત્નકલાકારોની સાથે કુલ 572 જેટલા રત્નકલાકારો હાલ સુધી કોરોનાથી સંક્રમિત બન્યા છે. આ સંબંધે મનપાની વીડિયો કોંફરન્સ યોજાય હતી. જેમાં હીરા એકમો થોડા સમય સુધી બંધ કરવા વિચારણા થઈ રહી છે.
હીરાના કારખાનાઓમાં કામ કરતા કારીગરો શહેરના અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. જેથી જે વિસ્તારમાં કે એપાર્ટમેન્ટમાં એક પણ કેસ ના હતા ત્યાં પણ હવે કોરોના પોઝીટીવ કેસ આવી રહ્યા છે. જેથી આવનારા દિવસોમાં હીરા એકમોને લઈ મહાનગર પાલિકા કોઈ મોટો નિર્ણય લઈ તો પણ નવાઈ નહિ.
