Home Corona-live કોરોનાનો કહેર: છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ, કુલ આંકડો...

કોરોનાનો કહેર: છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ, કુલ આંકડો 40 લાખને પાર

42
0

શનિવારના રોજ દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરાવમાં આવેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં COVID-19ના 86432 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં આવેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર કરતાં 40,23,179 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1089 દર્દીઓ મૃત્યુ પામ્યા છે ત્યારબાદ કોરોના વાયરસને કારણે મૃત્યુઆંકની કુલ સંખ્યા 69,561 પર પહોંચી ગઈ છે. ભારતમાં આ સમયે 8,46,395 કેસ એક્ટિવ છે. એટલે કે આશરે 8.5 લાખ લોકો કાં તો હોમ આઇસોલેશનમાં છે અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
કોરોના વાયરસથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 31 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 70,072 દર્દીઓ કોરોના નેગેટિવ જાહેર કરાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 31,07,223 દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સાજા થઈ ચૂકયા છે. કોરોના વાયરસનો રિકવરી રેટ નજીવો વધી 77.23 ટકા પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ વધીને 21.03 ટકા થયા છે. મૃત્યુ દર સતત 2 ટકાથી નીચે રહ્યો છે અને હાલના તબક્કે તે 1.72 ટકા છે તો પોઝિટિવિટી રેટ 8.15 ટકા પર પહોંચી ગયો છે.
જાણકારોનું માનવું છે કે દેશમાં સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થવાનું એક કારણ કોવિડ -19 તપાસની સંખ્યામાં વધારો થયો છે. આઇસીએમઆરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 10,59,346 લોકોનું સ્ક્રીનિંગ થયું છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,77,38,491 લોકોના સેમ્પલ એકત્રિત કરાયા છે.


Previous articleશિક્ષકદિને ગુજરાતભરની ખાનગી સ્કૂલોના શિક્ષકો ‘કાળો દિવસ’ તરીકે ઉજવશે, કાળા કપડાં અને કાળું માસ્ક પહેરીને…
Next articleભારતે ચીનને આપ્યો ઝાટકો, હવે ITBPના જવાનોએ પેંગોંગ ત્સો પાસે અહીં કરી લીધો કબ્જો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here