Corona-live

ડાંગ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત:-આજરોજ વધુ 06 પોઝીટીવ કેસ નોંધાવાની સાથે કુલ આંકડો 334 પર પોહચ્યો છે

ડાંગ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત:-આજરોજ વધુ 06 પોઝીટીવ કેસ નોંધાવાની સાથે કુલ આંકડો 334 પર પોહચ્યો છે.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 14 પર પોહચ્યો છે…

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાનાં સંક્રમણનો બીજો તબક્કો ભયજનક રીતે વધી રહયો છે.ડાંગ જિલ્લો ચોતરફ મહારાષ્ટ્ર રાજ્યને સાંકળે છે.તેવામાં હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ગુજરાત કરતા ભયજનક સપાટીમાં વધી રહયુ છે.લોકસૂત્રોનાં જણાવ્યા અનુસાર કોરોનામુક્ત ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યનાં લોકોની આવન જાવનને પગલે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે.ડાંગ જિલ્લા રોગચાળા નિયત્રંણ અધિકારી ડૉ ડી.સી.ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ ડાંગ જિલ્લામાં આહવા-સાપુતારા રોડ ખાતે રહેતી 25 વર્ષીય ડૉ યુવતી,ભવાનદગડની 45 વર્ષીય મહિલા,કોદમાળનો 70 વર્ષીય વૃધ્ધ,કરાડીઆંબાનો 35 વર્ષીય પુરુષ,ડાંગ સ્વરાજ આશ્રમનો 70 વર્ષીય વૃધ્ધ,વઘઇનો 27 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રએ વધુ તજવીજ હાથ ધરી હતી.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 334 પર પોહચ્યો છે.

જેમાંથી 279 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે આજની તારીખે 51 જેટલા કેસો એક્ટીવ હોય સારવાર હેઠળ રખાયા છે.ડાંગ જિલ્લામાં આજરોજ 02 મૃત્યુઆંક નોંધાતા કુલ આંકડો 14 પર પોહચ્યો છે.ડાંગ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાની ભયજનક સપાટી અને વધતા મોતનાં આંકડા ચિંતા જતાવી રહી છે.

(શેખર ખેરનાર ડાંગ )

Leave a Reply

Your email address will not be published.