Corona-live

ડાંગ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ઉછાળાજનક

ડાંગ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ઉછાળાજનક:-આજ રોજ વધુ 19 જેટલા કોરોનાનાં પોઝીટીવ કેસો સામે આવતા કુલ આંકડો 459 પર પોહચ્યો છે..

ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેર કહેર બનીને તૂટી પડી છે.ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઇ નગર બાદ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિનપ્રતિદિન હવે કોરોનાનાં કેસોમાં વધારો નોંધાઈ રહયો છે.ડાંગ જિલ્લા રોગચાળા નીયંત્રણ અધિકારી ડૉ ડી.સી.ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ જિલ્લામાં કુલ 19 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસો નોંધાયા છે.ડાંગ જિલ્લામાં આજરોજ ગાઢવીની 27 વર્ષીય યુવતી,પીપલ્યામાળની 22 વર્ષીય યુવતી,ગાઢવીનો 55 વર્ષીય પુરૂષ અને 33 વર્ષીય મહિલા,જામલાપાડાની 60 વર્ષીય વૃધ્ધા અને 37 વર્ષીય પુરૂષ,વાંઝટઆંબાનો 55 વર્ષીય પુરૂષ,સરવરનો 70 વર્ષીય વૃધ્ધ,વાસુર્ણાનો 27 વર્ષીય યુવક,ઝાવડાની 19 વર્ષીય યુવતી અને 64 વર્ષીય પુરૂષ,વાસુર્ણાનો 61 વર્ષીય વૃધ્ધ,વઘઇનો 42,37,36,અને 34 વર્ષીય પુરૂષ તથા 37 વર્ષીય 28 વર્ષીય મહિલા તેમજ ગાઢવીનાં 22 વર્ષીય યુવાનનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 459 પર પોહચ્યો છે.જેમાંથી 343 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે આજની તારીખે 116 જેટલા દર્દીઓ એક્ટીવ હોય જેઓને સારવાર હેઠળ રખાયા છે..

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.