Home India બિહારમાં કોરોનાનો કેર, 16થી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન

બિહારમાં કોરોનાનો કેર, 16થી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન

81
0

બિહારમાં કોરોનાની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને નીતીશ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે સંપૂર્ણ પ્રદેશમાં ફરીથી 15 દિવસના પૂર્ણ લૉકડાઉન (Lockdown in Bihar)ની જાહેરાત કરી છે. આ વખતે સંપૂર્ણ લૉકડાઉનનો સમયગાળો 16થી 31 જુલાઈ સુધી હશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, મ્યુનિસિપલ બોડી, ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર, પેટા વિભાગો અને બ્લોક મુખ્યાલય 15 દિવસ માટે લૉકડાઉન રહેશે.
તૈયાર થશે ગાઇડલાઇન
ડેપ્યુટી સીએમે જણાવ્યુ કે, 16થી 31 જુલાઈ સુધી લૉકડાઉન માટે નવી ગાઇડલાઇન (lockdown in bihar guidelines) તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે, કોરોના મહામારીની ન કોઈ દવા છે, ન કોઈ રસી. તેના બચાવનું એકમાત્ર માધ્યમ છે, આપણે બધા ચહેરા પર માસ્ક લગાવવાનું ફરજીયાત કરીએ. ત્યારે આપણે કોરોનાથી બચી શકીએ અને હરાવી શકીએ છીએ.
ભાજપના 4 મોટા નેતાની સાથે ઘણા કાર્યકર્તા કોરોનાથી સંક્રમિત
વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. સરકારના લાખો પ્રયાસો છતાં લોકો દિશા નિર્દેશોનું પાલન કરવા તૈયાર નથી. હવે પાર્ટી ઓફિસોમાં પણ કોરોનાનો ડર દેખાવા લાગ્યો છે. હકીકતમાં સોમવારે ભાજપના 75 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 25 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોટા નેતાઓની વાત કરીએ તો તેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી નાગેન્દ્ર નાથ, ભાજપના પ્રદેશ મહામંત્રી દેવેશ કુમાર, રાધા મોહન શર્મા અને રાજેશ વર્મા સામેલ છે.
રાજકીય પાર્ટીના ઘણા નેતા અને સરકારી અધિકારી કોરોનાની ઝપેટમાં
મહત્વનું છે કે આ પહેલા પણ ભાજપના ઘણા ધારાસભ્યો અને બિહાર વિધાન પરિષદના સભાપતિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેની પહેલા આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, તો મુખ્યમંત્રી આવાસમાં પણ કોરોના પહોંચી ગયો હતો. કારણ કે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવામાં રાજકીય દળોની ગતિવિધિઓ પણ વધી ગઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here