Home Corona-live દિલ્હીમાં કોરોના વાયરસની ભયંકર સ્થિતિ, અમિત શાહે લીધો આ ખાસ નિર્ણય

દિલ્હીમાં કોરોના વાયરસની ભયંકર સ્થિતિ, અમિત શાહે લીધો આ ખાસ નિર્ણય

11
0

દિલ્હીમાં કોરોનાના લીધે બગડતી સ્થિતિએ કેન્દ્ર અને કેજરીવાલ સરકારની પરેશાની વધારી દીધી છે. રાજધાનીમાં કોરોનાને ઉકેલવા માટે સોમવારના રોજ ગૃહમંત્રી અમિત શાહે ખાસ નિર્ણય લઇ સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે શરૂ થશે. તેમાં દિલ્હીની ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને BSPના અધ્યક્ષ સામેલ થશે.
દિલ્હીમાં કોરોનાને નાથવાને લઇ ગૃહમંત્રીએ રવિવારના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે બેઠક કરી. ત્યારબાદ અમિત શાહે સાંજે 5 વાગ્યે નગર નિગમના મેયર અને અધિકારીઓની સાથે બેઠકમાં કોરોનાને લઇ ચર્ચા કરી. આ બેઠકમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સિંહ પણ હાજર રહ્યા.
તો દિલ્હી સરકારે ગૃહમંત્રીની સાથે થયેલી બેઠકને હકારાત્મક ગણાવી. સૂત્રોએ કહ્યું કે કેન્દ્રની સાથો સાથ તમામ મુદ્દા પર વિસ્તારથી ચર્ચા થઇ. જો કે દિલ્હીમાં ફરીથી લોકડાઉન પર કોઇ ચર્ચા થઇ નથી. દિલ્હી અને કેન્દ્ર સરકાર મળીને કામ કરતાં રહેશે.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કે દિલ્હી અને કેન્દ્ર સરકારની આજની વાતચીત ખૂબ પ્રોડક્ટિવ રહી. કેટલાંય અગત્યના નિર્ણય લીધા. અમે મળીને કોરોના સામે લડીશું.
દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે બેડની અછતને જોતા થયા કેન્દ્ર સરકારે તાત્કાલિક 500 રેલવે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો. આ રેલવે કોચથી માત્ર દિલ્હીમાં 8000 બેડ વધશે જ નહીં પરંતુ આ કોચ કોરોના સંક્રમણથી લડવા માટે તમામ સુવિધાઓથી લેસ હશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ગૃહમંત્રી અમિત શાહની થયેલી મીટિંગમાં કેટલાંય અગત્યના નિર્ણય લેવાયા. અમિત શાહે કહ્યું કે કોરોના મહામારીથી ભારત પૂરી મજબૂતીથી લડી રહ્યું છે અને આ સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકો માટે સરકાર દુખી પણ છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદનશીલ પણ છે.

Previous articleઆજે ધોરણ.12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર, છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઉંચુ રિઝલ્ટ આવ્યું
Next articleચંદ્ર પર પહેલો જમીન ખરીદનાર હતો સુશાંત સિંહ, ઘરમાંથી બેઠા-બેઠા કરતો નિરીક્ષણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here