Home South-Gujarat કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાન

કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાન

246
0

તા.૧૭/૯/૨૦૨૧ના રોજ ભરૂચ જિલ્લાના નવ તાલુકાના ૨૬૫ સ્થળોએ ૧,૦૦,૦૦૦
(એક લાખ) લોકોને વેકસીનેશન ડોઝ આપવાનું આયોજન
ભરૂચ જિલ્લાની જનતાને અપીલ –
જે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહા અભિયાનનો લાભ લે અને સમાજને સુરક્ષા કરવામાં સહભાગી બને
-: જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા

કોરોના વેક્સીનેસન મહાઅભિયાનનો ભરૂચ જિલ્લાની જનતા મહત્તમ લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીનો અનુરોધ
જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં કલેકટર કચેરી-ભરૂચના સભાખંડમાં યોજાઇ પત્રકાર પરિષદ
તા.૧૭/૦૯/૨૦૨૧ને શુક્રવારના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી રાત્રિ સુધી ભરૂચ જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાન આયોજન અંતર્ગત જિલ્લાના નવ તાલુકામાં ૨૬૫ સ્થળોએ ૧,૦૦,૦૦૦ (એક લાખ) લોકોને વેકસીનેશન ડોઝ આપવાનું આયોજન કરેલ છે અને વેકસીનેશન મહાઅભિયાનનો ભરૂચ જિલ્લાની જનતાને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અનુરોધ કરવામાં આવ્યો હતો.


જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહા અભિયાનનો લાભ લે અને સમાજને સુરક્ષા કરવામાં સહભાગી બને.કલેક્ટરશ્રીએ કોરોના મહામારીથી બચવા માટે સરકારશ્રી દ્વારા ૧૬ જાન્યુઆરી – ૨૦૨૧ થી કોવિડ-૧૯ ની રસી સમગ્ર જનતાને મફતમાં આપવાનું શરૂ કર્યું છે. ભરૂચ જિલ્લામાં ગઈ કાલ સુધીમાં ૧૩૨૮૫ આરોગ્ય કર્મીઓ, ૪૦૬૨૦ ફ્રન્ટલાઈન વર્કર, ૪૦૮૮૨૦ સીનીયર સીટીઝન તથા ૫૯૮૪૬૪ અઢાર વર્ષની ઉપરના વ્યક્તિઓ મળી કુલ-૧૦૬૧૧૮૯ લોકોને કોવિડ-૧૯ ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ૧૧૪૯૫ આરોગ્ય કર્મીઓ, ૩૩૪૬૪ ફ્રન્ટલાઈન વર્કર, ૨૦૦૭૮૮ સીનીયર સીટીઝન તથા ૧૧૩૯૩૮ અઢાર વર્ષની ઉપરના વ્યક્તિઓ મળી કુલ-૩૫૯૬૮૫ લોકોને કોવિડ-૧૯ ની રસીનો બીજો ડોઝ આપવામાં આવેલ છે. આમ ભરૂચ જિલ્લામાં કુલ-૧૪૨૦૮૭૪ ડોઝ આપવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના કુલ-૨૩૭ ગામોમાં અત્યાર સુધીમાં ૧૦૦% રસીકરણ કરવામાં આવેલ છે તેમ પણ ઉમેર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીએ કોવિડ રસીકરણ મહાઅભિયાનનું આયોજન તા.૧૭-૦૯-૨૦૨૧ ના રોજ સવારના ૦૬:૦૦ થી રાત્રિ સુધી ભરૂચ જિલ્લામાં રાખવામાં આવેલ છે. જિલ્લાના નવ તાલુકાના ૨૬૫ વેક્સિનેસન સેન્ટરો પર એક લાખથી વધુ લોકોને રસી પુરી પાડવામાં આવનાર છે. વેક્સીનેસન મહાઅભિયાનનો ભરૂચ જિલ્લાની જનતા મહત્તમ લાભ લે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે સુરક્ષા કવચ મેળવે તેવી અપીલ કરી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા આરોગ્ય અધિકરીશ્રી દુલેરા, નાયબ માહિતી નિયામકશ્રી અનિલ બારોટ તેમજ પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here