Home Corona-live આનંદો! અ’વાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી નાંખી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ...

આનંદો! અ’વાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી નાંખી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ બાદ લેવાશે નિર્ણય

42
0

કોવિડ-19 એટલે નોવેલ કોરોના વાયરસથી બચવા માટેની એકમાત્ર અસરકારક સારવાર રસી જ છે. હાલ વિશ્વભરમાં તબીબી સંશોધનકારોનું લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે કોરોના માટેની રસી વિકસાવવાનું છે. આ મામલે ભારતીય વૈજ્ઞાનિક અથવા ભારતીય કંપનીઓ પણ દોડમાં કોઈનાથી પાછળ નથી. અમદાવાદમાં ઝાયડસ કેડિલાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ કંપની કોરોના વાયરસ માટે એક બાયોલોજિક ટ્રીટમેન્ટ Interferon Alpha-2b પર કામ કરી રહી છે. આ થેરાપીનો ઉપયોગ ચીન અને ક્યુબામાં દર્દીઓને સાજા કરવા માટે કરવામાં આવ્યો છે.કોરોનાની દવાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની ઝાયડસ કેડિલાને કોરોના રસીના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. હવે ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી લીધી છે અને આ રસીને હ્યુમન ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હ્યુમન ક્લીનિક્લ ટ્રાયલ કરવા માટે DCGIએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે ઝાયડસ કેડિલાની કોરોના રસી હ્યુમન ક્લીનિકલ ટ્રાયલમાં પાસ થઈ ગઈ તો વિશ્વના અનેક દેશોમાં તેની મોટી માંગ રહેશે. અને ઈન્ડિયા સહિત ગુજરાતનો ડંકો વાગશે.

અત્રે નોંધનીય છે કે, ભારતની ટોચની દવા કંપની ઝાયડસ કેડિલા ભારતીય અને યુરોપિયન ટીમો સાથે બે અભિગમોને લઈને કોરોના વાયરસની દવા શોધી રહ્યા હતા. કોરોના વાયરસને હવે COVID 19 નામ આપવામાં આવ્યું છે. જેના પ્રથમ અભિગમમાં કોરોના વાયરસના પ્રવેશ માટે જવાબદાર કોષમાં DNA રસી શોધવાનો હતો. પ્લાઝમિડ ડીએનએને વાયરસ પ્રભાવિત કોષમાં દાખલ કરવામાં આવશે. ત્યારબાદ તેને વાયરલ પ્રોટીનમાં ટ્રાન્સફોર્મ કરીને રોગપ્રતિકારક શક્તિના સેલ્યુલર અને હ્યુમોરલની મદદથી વાયરસને નાથવામાં મદદ કરશે જેનાથી રોગથી બચી શકાશે.
બીજા અભિગમમાં COVID 19 સામે જીવંત એટેન્યુએટેડ RMV રસીનો વિકાસ કરવામાં આવશે. વિપરીત આનુવંશિક દ્વારા નિર્મિત RMV રસી કોરોના વાયરસના કોડન ઓપ્ટિમાઇઝ્ડ પ્રોટીનનું નિરૂપણ કરીને લાંબાગાળા સુધી એન્ટિબોડીને પ્રેરિત કરશે જેનાથી COVID 19થી રક્ષણ મળી રહેશે. આ બાબતે ઝાયડસ કેડિલા ગૃપનાં અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યું હતું કે આ જીવલેણ વાયરસને અટકાવી શકે તેવી સલામત અને અસરકારક દવા વિકસાવવાની તાકીદે જરુર છે. વર્તમાન સમયે અમારા રિસર્ચર્સ આ સૌથી વિનાશક વાયરસને નાથવાની દવા શોધવાનું કામ કરી રહ્યાં છે.
ગ્રુપનું વેક્સીન ટેક્નોલોજી સેન્ટર પ્લાઝમીડ ડીએનએ વેક્સીન બનાવવાનું કામ કરી રહ્યું છે. અહીં તમામ જરૂરી વિવિધ રસીઓ વિકસાવવા અને ઉત્પાદિત કરવાની વિશાળ ક્ષમતા છે. કેડિલાએ 2010માં ફાટી નીકળેલાં સ્વાઈન ફલૂની સૌપ્રથમ રસી બનાવી હતી. ગ્રુપનું બીજું રિસર્ચર યુનિટ એતના બાયોટેક રિવર્સ જિનેટિક્સ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે.

Previous articleઅમદાવાદમાં સામે આવ્યો માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, પોતાના છોકરા-છોકરીને ઘરે એકલા મૂકતા ચેતજો..
Next articleસુરતમાં ‘આરોગ્યમંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી’ને પોસ્ટર લાગ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here