Home Surat માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ.

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ.

107
0

માંગરોલ, દેગડીયા — સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે.ત્યારે અહીંના રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોવિડ કેર સેન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગ કરાઇ હતી.છેલ્લા કેટલાંક દિવસોથી તાલુકામાં કોરોના સંક્રમિત આઠથી વધુ દર્દીઓના મોત થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.દર્દીઓને સારવાર ન મળતાં મૃત્યુ થયા હોવાની ફરિયાદ ઉઠી હતી.ત્યારે 15 એપ્રિલનાં રોજ સરકારી કન્યા છાત્રાલય ખાતે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં બે વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.પ્રત્યેક વિભાગમાં ૧૯૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે.

જે પ્રસંગે સુરત જિલ્લાના માજી પ્રમુખ દિલીપસિંહ રાઠોડ,માંડવી પ્રાંત અધિકારી,ડેપ્યુટી ડીડીઓ અમિતભાઈ ગામીત,ટીડીઓ છાસઠીયા,ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, સુરત જીલ્લા મહામંત્રીદીપકભાઈ વસાવા. ટી.એચ.ઓ.વિપુલભાઈ ચૌધરી,વાંકલ પી.એસ.સી. ના એમ. ઓ. ડૉ. ઝંખના રાઠોડ,ડૉ. યુવરાજસિંહ સોનારીયા,મુકુંદભાઈ પટેલ,મહેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here