Home India મુંબઈથી રિયો ડી જાનેરો ખાતે સ્પેશિયલ ફ્લાઈટમાં કોવિશીલ્ડના ડોઝ બ્રાઝિલ પહોંચાડવામાં આવશે.

મુંબઈથી રિયો ડી જાનેરો ખાતે સ્પેશિયલ ફ્લાઈટમાં કોવિશીલ્ડના ડોઝ બ્રાઝિલ પહોંચાડવામાં આવશે.

10
0

ભારત પાસેથી કોરોનાની રસી મેળવનાર બ્રાઝિલ પહેલો દેશ બનશે. સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા બ્રાઝિલને કોવિશીલ્ડના ૨૦ લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. આવતા અઠવાડિયે મુંબઈથી રિયો ડી જાનેરો ખાતે સ્પેશિયલ ફ્લાઈટમાં કોવિશીલ્ડના ડોઝ બ્રાઝિલ પહોંચાડવામાં આવશે. બ્રાઝિલની સરકાર અને સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા સ્પેશિયલ રેટ નક્કી કરીને સોદો કરવામાં આવ્યો છે. ઓક્સફર્ડ અને એસ્ટ્રોઝેનેકાની રસીનું પૂણે ખાતે ઉત્પાદન થાય છે.
બ્રાઝિલ ૧૦૦ મિલિયન ડોઝ પોતાના દેશમાં જ બનાવશે
બ્રાઝિલ દ્વારા તેના દેશમાં જ ૧૦૦ મિલિયન વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરવા નક્કી કરાયું છે. આ માટે ત્યાંના સત્તાવાળાઓ ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટયૂટ સાથે વાતચીત કરી રહ્યા છે.
હજી દેશના લોકોને પૂરેપૂરી વેક્સિન મળી નથી ત્યાં બ્રાઝિલમાં નિકાસ શા માટે : કોંગ્રેસ
બ્રાઝિલને કોરોનાની રસીના ૨૦ લાખ ડોઝ નિકાસ કરવાના મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પૂછયું હતું કે હજી ભારતની પૂરેપૂરી જનતાને જ કોરોનાની રસી આપી શકાઈ નથી ત્યારે સરકારે બ્રાઝિલને પહેલા વેક્સિન નિકાસ કરવાની મંજૂરી શા માટે આપી તે સમજાતું નથી. સરકારની નીતિ દેશના તમામ લોકોને રસી આપવાની હોવી જોઈએ.

Previous articleકોટનના ભાવમાં સતત વૃદ્ધિ બાદ ભાવમાં નરમાઈ જોવા મળી.
Next articleહવામાન નિષ્ણાત દ્વારા રાજયમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here