(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના ના કેસ વધતા તંત્ર કડક કાર્યવાહી કરતું હોય શાક માર્કેટ પાસે પાણી પુરી ની લારી ચલાવી વધુ માણસો એકઠા કરનાર સામે ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાણી પુરીની લારી ચલાવતા પ્રેમસિંગ બચુલાલ કોસબા,રહે.ટેકરા ફળીયા ભાથીજી મંદીર પાસે રાજપીપળા એ શાક માર્કેટ પાસે ગે.કા.રીતે પોતાના પાણી પુરીની લારી પાસે સાતથી વધારે માણસો ભેગા કરી જાહેરનામા નો ભંગ કરતા તેના વિરુદ્ધ રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.