Home Sports CSKને લાગ્યો વધુ એક મોટો ઝટકો, હરભજન સિંહ IPLમાંથી થયો બહાર

CSKને લાગ્યો વધુ એક મોટો ઝટકો, હરભજન સિંહ IPLમાંથી થયો બહાર

84
0

કોરોના મહામારીમાં આઈપીએલનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું છે. પણ અહીં સીએસકે માટે એક બાદ એક આંચકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ સીએસકેના સભ્યોને કોરોના પોઝિટિવ હોવાની વાત, બાદમાં સુરેશ રૈનાનું આઈપીએલ છોડી જવાની વાત હોય, તેવામાં હવે સીએસકેને વધુ એક ઝાટકો લાગ્યો છે. હરભજન સિંહે અંગત કારણોને કારણે આઈપીએલમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે.
ભારતમાં વધતાં કોરોના વાયરસના મામલાઓને કારણે ઈન્ડિયન પ્રિમિયર લીગની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પણ હજુ સુધી તેનો કોઈ કાર્યક્રમ જાહેર કરાયો નથી. તેવામાં સીએસકે માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અગાઉ માતાની ખરાબ તબિયતને કારણે હરભજન સિંહે સીએસકે સાથે ટ્રેનિંગમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જે બાદથી જ ચર્ચાઓ ચાલતી હતી કે હરભજન સિંહ આ વખતે આઈપીએલમાં નહીં રમે. પણ આજે હરભજને તમામ ચર્ચાઓ પર પુર્ણ વિરામ મુકતાં સીએસકેને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. અંગત કારણો રજૂ કરીને આઈપીએલ ન રમવાનો નિર્ણય હરભજન સિંહે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરેશ રૈના પણ અંગત કારણોસર આઈપીએલ છોડીને દુબઈથી ભારત પરત ફર્યો હતો. તો હરભજનને 1 સપ્ટેમ્બરથી સીએસકે સાથે જોડાવાનું હતું. પણ તે સમયે હરભજન ટીમ સાથે જોડાયો ન હતો. અને યુએઈ માટે પણ રવાના થયો ન હતો. ત્યારે ખબર હતી કે હરભજન બાદમાં ટીમ સાથે જોડાશે. પણ હવે તેણે આઈપીએલમાંથી હટવાનું મન બનાવી લીધું હતું.
સીએસકેના બે ખેલાડીઓ અને અમુક સપોર્ટ સ્ટાફ કોવિજ 19 પોઝિટિવ આવ્યા હતા. અને આ જ કારણે ટીમનો ક્વોરન્ટીન સમય વધારીદેવામાં આવ્યો છે. અને તેને કારણે ટીમનું ટ્રેનિંગ શિડ્યુલ પણ સમય મુજબ ચાલી રહ્યું નથી. જો કે, બાદમાં તમામ પ્લેયર્સનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here