Home Rajpipla રાજપીપળામાં રથયાત્રાના દિવસે અમુક વિસ્તારોમાં સવારના ૭:૦૦ થી બપોરના ૧ :૦૦ વાગ્યા...

રાજપીપળામાં રથયાત્રાના દિવસે અમુક વિસ્તારોમાં સવારના ૭:૦૦ થી બપોરના ૧ :૦૦ વાગ્યા સુધી કરફ્યુનો અમલ જાહેર

14
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ અષાઢી બીજના તહેવાર નિમિત્તે રાજપીપલા શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. ગુજરાત સરકારના હુકમથી રાજ્યમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાને લગતી સૂચનાઓ આપવામાં આવેલ છે. જેને અનુલક્ષીને નર્મદા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે એક જાહેરનામાં દ્વારા રાજપીપલા શહેરમાં આગામી તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અન્વયે રાધાકૃષ્ણ મંદિર, સ્ટેશન રોડ, કોર્ટ ત્રણ રસ્તા, લાલ ટાવર, દરબાર રોડ, જુની પોષ્ટ ઓફિસ, કાછીયાવાડ, માછીવાડ ગેટ અને સફેદ ટાવર વિસ્તારોમાં તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ સવારના ૦૭.૦૦ કલાકથી બપોરના ૦૧.૦૦ કલાક સુધી કરફ્યુ નો અમલ જાહેર કર્યો છે.
કરફ્યુના આ સમયગાળા દરમ્યાન માછીવાડ ગેટથી સ્ટેશન રોડ તરફ આવતા વાહનોએ હરસિધ્ધિ ભવાની મંદિર, સંતોષ ચોકડી, કાળીયા ભૂતથી વડીયા જકાતનાકા તરફ તથા કોર્ટ ત્રણ રસ્તાથી કાળાઘોડા તરફ જતા વાહનોએ કોલેજ રોડ થઈ કાળીયા ભૂતથી હરસિધ્ધિ ભવાની મંદિર થઈ કાળાઘોડા અને વડીયા જકાતનાકા તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે, તેમ પણ આ જાહેરનામામાં રૂટ ડાયવર્ઝનનો હુકમ કરેલ છે.આ જાહેરનામાના ભંગ બદલ કલમ ૧૮૮ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.


Previous articleડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ ૩૬.૩૩ મી.મી. વરસાદ
Next articleઉમરપાડા ની વાડી અને ચવડા ચેક પોસ્ટ ચોકી નું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા ઉષા રાડા ના હસ્તે થયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here