Tech

હાલ આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે…….

હાલ આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી છે. તમારે તમારું ઘરનું કામ કરવું હોય કે બેંકનું કામ, બધે જ આધારકાર્ડ આવશ્યક છે. આવી સ્થિતિમાં, જો તમને ખબર હોય કે તમારી પાસે જે આધારકાર્ડ છે, તે બનાવટી છે, તો મુશ્કેલીઓ વધી શકે છે. તેથી તમારા આધાર નંબર નકલી છે કે નહીં તે જાણવું તમારા માટે ખૂબ મહત્વનું છે. આ રીતે તમે અસલી નકલી આધારને ઓળખી શકો છો.

આ રીતે ચેક કરો આધાર કાર્ડને અસલી છે કે નકલી

>> પહેલા તમે આધાર https://resident.uidai.gov.in/aadhaarverifications ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

>> અહીં તમારી પાસે આધાર વેરિફિકેશન પેજ ઓપન થશે તો પછી તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે.

>> તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. તે પછી ડિસ્પ્લેમાં દેખાઇ રહ્યું છે પ્રમાણે આગળ વધો.

>> હવે વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો તમારો આધાર નંબર સાચો છે, તો નવું પેજ ખુલશે જેમાં તમને એક મેસેજ મળશે જેમાં તમારો આધાર નંબર આપવામાં આવ્યો હશે.

>> આ સાથે, તમારી સંપૂર્ણ વિગત નીચે હશે. જો તમારો નંબર નકલી હશે તો ઇનવેલિડ આધાર નંબર લખેલો આવશે.

જણાવી દઇએ કે આધારને લગતી ઓનલાઇન માહિતી માટે મોબાઈલ નંબર નોંધાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. “તમે તમારું ઇ-મેઇલ સરનામું અને મોબાઈલ નંબર ચકાસી શકો છો કે જે નોંધણી સમયે અથવા નવી આધાર વિગતોના અપડેટ દરમિયાન જાહેર કરવામાં આવ્યા છે. આધાર ઓનલાઇન સેવાઓ મેળવવા માટે, રજિસ્ટર મોબાઇલ નંબર હોવો જોઈએ. જો તમને આધાર સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જો તમારે નોંધણી કરાવવી હોય, તો તમારે ટોલ ફ્રી નંબર 1947 પર ફોન કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published.