Business

ગ્રાહકોને હવે બેંકોમાં પોતાના પૈસા જમા કરાવવા અને નીકાળવા માટે પણ ચાર્જ આપવો પડશે…

હાલના સમયમાં અનેક એવી બેંકિંગ સુવિધાઓ છે, જેનો ઉપયોગ દરેક ગ્રાહક કરે છે અને અને આ માટે બેંક ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે. SMS સુવિધા, મિનિમમ બેલેન્સ, ATM, ચેકના ઉપયોગ સુધીની સુવિધાઓ પર બેંક તમારી પાસેથી પૈસા વસૂલ કરે છે. પણ હવે તો ગ્રાહકોને બેંકોમાં પોતાના પૈસા જમા કરાવવા અને નીકાળવા માટે પણ ચાર્જ આપવો પડશે.

બેંક ઓફ બરોડા (Bank of Baroda)એ તેની શરૂઆત કરી દીધી છે. બેંક ઓફ ઈન્ડિયા, PNB, એક્સિસ અને સેન્ટ્રલ બેંક પર આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. નવેમ્બર મહિનાથી નક્કી કરેલ સીમા કરતાં વધારે બેંકિંગ કરવા પર ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવી શકે છે. બેંક ઓફ બરોડાએ કરન્ટ એકાઉન્ટ, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાંથી પૈસા જમા અને નીકાળવા માટે તેમજ સેવિંગ એકાઉન્ટમાં જમા અને નિકાસી માટે પણ અલગ-અલગ ચાર્જ નક્કી કર્યા છે.

સેવિંગ એકાઉન્ટની વાત કરીએ તો, 3 વખત પૈસા જમા કરાવવા ફ્રી હશે, પણ ચોથી વખત પૈસા જમા કરાવવા માટે 40 રૂપિયા આપવા પડશે. સીનિયર સિટિઝનને પણ આ ચાર્જમાં કોઈ રાહત આપવામાં આવી નથી. જનધન ખાતામાં આ ચાર્જ લાગુ પડતો નથી, પણ પૈસા નીકાળવા માટે 100 રૂપિયા આપવા પડશે. કરન્ટ એકાઉન્ટ તેમજ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાં પ્રતિ દિન એક લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો, આ સુવિધા નિઃશુલ્ક હશે. પણ તેનાથી વધારે પૈસા જમા કરાવવા પર એક હજાર રૂપિયાનો ચાર્જ આપવો પડશે. તેના માટે ન્યુનતમ અને મહત્તવ સીમા ક્રમશઃ 50 રૂપિયાથી 20 હજાર રૂપિયા છે. તો આ ખાતાધારકો પણ મહિનામાં 3 જ વખત મફતમાં પૈસા ઉપાડી શકે છે. અને ચોથી વખતે 150 રૂપિયાનો ચાર્જ લાગશે.

Leave a Reply

Your email address will not be published.