Home Tech SBIએ કહ્યું કે, સાયબર ક્રિમિનલ હવે ફરજી વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે...

SBIએ કહ્યું કે, સાયબર ક્રિમિનલ હવે ફરજી વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે…

2
0

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે વોટ્સએપ ફ્રોડને લઈ એલર્ટ જાહેર કર્યું છે. SBIએ કહ્યું કે, સાયબર ક્રિમિનલ હવે ફરજી વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે. અને તેઓનાં બેંક એકાઉન્ટને ખાલી કરી રહ્યા છે. એસબીઆઈના જણાવ્યા મુજબ, વોટ્સએપ પર એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે. સાયબર ક્રિમિનલ કોલ કે મેસેજ કરીને તમારા એકાઉન્ટ પરથી પૈસા ઉડાવી શકે છે.
SBIએ ચેતવણી આપી છે કે, સાયબર ક્રિમિનલ વોટ્સએપ કોલ કે મેસેજ કરીને ગ્રાહકોને એપ્રોચ કરી રહ્યા છે. આ ફ્રોડ ગ્રાહકોને કોઈ લોટરી કે પ્રાઈઝ જીતવાની વાત કરે છે. જે બાદ તે ગ્રાહકોને એક ફરજી એસબીઆઈ નંબર પર કોલ કરવાનું કહે છે. આ સાયબર ઠગ ગ્રાહકોને કહે છે કે એવોર્ડના પૈસા મેળવવા માટે બેંક ડિટેલ શેર કરવી જરૂરી છે. આમ ગ્રાહકોને ભરોસો આપવામાં આવે છે કે આ જાણકારી મારફતે તેઓનાં બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. SBIએ સ્પષ્ટ કહ્યું છે કે, કંપની કોઈપણ લોટરીની સ્કીમ કે લકી ડ્રો ચલાવી રહી નથી. ન તો બેંક કોઈ ગિફ્ટ આપી રહી છે. એટલે એસબીઆઈએ ગ્રાહકોને સલાહ આપી કે વોટ્સએપ પર આવનાર ફેક કોલ કે ફોરવર્ડ મેસેજનો ભરોસો ન કરો.
બેંક ફોન પર ડિટેઈલ માગતું નથી
એસબીઆઈએ ગ્રાહકોને જણાવ્યું કે, બેંક ક્યારેય ગ્રાહકને ફોન કરતું નથી અને તેમના બેંક ખાતાની વ્યક્તિગત જાણકારી માંગતું નથી. તેથી જો કોઈ વોટ્સએપ પર મેસેજ અથવા ફોન કરીને કે ઇમેઇલ દ્વારા આવી માહિતી માંગે તો તરત જ સાવચેત રહો. તમને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એસબીઆઇ દ્વારા બધા
ગ્રાહકોને ચેતવણી આપતા આવી છેતરપિંડીથી બચવા અન્ય લોકોને પણ જાગૃત કરવાની સલાહ આપવામાં આવે છે.
ઠગાઈથી બચવા અપનાવો આ રીતઃ
– તમારી બેંક વિગતો, પિન કોડ અથવા પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહીં. કોઈને પણ તમારું આઈડી કાર્ડનો ફોટો, ક્રેડિટ કાર્ડ અથવા સંવેદનશીલ દસ્તાવેજ આપશો નહીં.
– તમારા નેટબેંકિંગ એકાઉન્ટને સાર્વજનિક Wi-Fi પર લોગ ઈન કરશો નહીં. હોઈ શકે કે હેકરે નેટવર્કને ઈન્ફેક્ટેડ કરી હોય અને તમારી વ્યક્તિગત માહિતી હેક થઈ જાય
– બિનજરૂરી લિંક્સ, ઈમેજ, GIFs વગેરે પર ક્લિક કરવાનું ટાળો.
– જો કોઈ તમારી પાસેથી વ્યક્તિગત માહિતી માંગે છે અને લોટરી વગેરે વિશે વાત કરે છે તો બેંકનો સંપર્ક કરો. બેંક સ્ટાફ ક્યારે પણ તમને OTP કે અન્ય કોઈ ખાનગી
માહિતીની જાણકારી માગતું નથી.

Previous articleકચ્છના રાપરમાં સરાજાહેર વકીલની હત્યા મુખ્ય આરોપી ધરપકડ કરવામાં આવી છે…
Next articleચીનના સરકારી પીઠ્ઠુ ‘ગ્લોબલ ટાએમ્સ’ ના એડિટર હૂ શિજિને દાવો કર્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રાતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણીમાં જીત મેળવવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here