Home Kheda (Anand) આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર દેવાતજ દ્વારા ડેરી ફાર્મિંગ અને ...

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર દેવાતજ દ્વારા ડેરી ફાર્મિંગ અને નફાકારક પશુપાલન વ્‍યવસ્‍થાપન વિષય ઉપર યોજાઇ ગયેલ તાલીમ કાર્યક્રમ

90
0

આણંદ –:: આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર દેવાતજ દ્વારા તાજેતરમાં ત્રિ-દિવસીય ડેરી ફાર્મિંગ અને નફાકારક પશુપાલન વ્‍યવસ્‍થાપન વિષય ઉપરનો તાલીમ કાર્યક્રમ યોજાઇ ગયો.આ ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમના પ્રારંભે કેન્‍દ્રના વરિષ્‍ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી ડૉ. એ.સી.વૈદ્યએ તાલીમ કાર્યક્રમ યોજવા પાછળનું તાલીમાર્થીઓને મહત્‍વ સમજાવ્‍યું હતું.તાલીમ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓને વૈજ્ઞાનિક(પશુપાલન)ડૉ. શ્રીકાંત બી. કાટોલેએ સફળ પશુપાલન કરવા માટે આદર્શ પશુ રહેઠાણ, બાહ્ય તથા આંતરિક પરોપજીવીઓના ઉપદ્રવને અટકાવવાના પગલાં તથા પશુ સ્‍વચ્‍છતા, સ્‍વચ્‍છ દૂધ ઉત્‍પાદન અંતર્ગત પશુઓના દૂધના વાસણો સ્‍વચ્‍છ રાખવા, પશુઓનું સમયસર રસીકરણ કરાવતા રહેવું, દૂધની ઉત્‍પાદકતા કઇ રીતે વધારવી, નફાકારક પશુપાલનની મુખ્‍ય ચાવીઓ અંગેની વિગતવાર સમજ આપી ચર્ચાઓ કરી હતી તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતા વિવિધ અભ્‍યાસક્રમો અંગેની પણ જાણકારી આપી. હતી.


આ ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમ સરકારશ્રીની કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન સાથે યોજવામાં આવ્‍યો હતો. તાલીમની પૂર્ણાહૂતિ કેન્‍દ્રના પ્રોગ્રામ આસિ.(ગૃહ વિજ્ઞાન) શ્રીમતી એન. જે. જાદવની આભારવિધિથી પૂરી કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમનો ૪૦ પશુપાલક ભાઇ-બહેનોએ હાજર રહી ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here