Corona-live Kheda (Anand)

ડાકોર મા રોજ નો રોજ કોરોના નો કહેર વધી રહ્યો છે આજે કોરોના ના ૪ કેશ નોધાયા

ડાકોર મા આજે ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આયા છે.

૧) ગોકુલનગર સોસાયટી ૨ કેસ

૨) ખેડાવાળ ની ખડકી ૧ કેશ

૩) જય બંગલોસ ૧ કેશ

ડાકોરમાં હવે ચિંતાજનક સપાટી તરફ કોરોના ના વધતા કેસોના આંકડા જઈ રહ્યા છે જે હવે ડાકોર ગામ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની રહે છે.

આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવેલી સુચનાને ની અવગણના નું પરિણામ અમુક બેદરકારીને લીધે સમગ્ર ગામને ભોગવવાનો વારો આવી શકે છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે.

કોરોના ડાકોરના હવે ધીમે ધીમે અજગરની જેમ પોતાના સકંજામાં કસવા નું કામ કરી રહ્યો હોય એમ એવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે જે ખુબજ ગંભીતાપૂર્વક લેવા જેવી બાબત છે.

ડાકોરમાં જે રીતે કોરોના ના કેસો આવી રહ્યા છે તે જોતા એવું જણાય છે કે કોરોના ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. જો તેને અહીંયા થી જ અટકાવી લેવામાં આવે ડાકોરની જનતાને આ ગામમાં આગામી આવનારી કોરોના ની સુનામીથી બચાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.