Home Kheda (Anand) ડાકોર રણછોડરાયજી મંદિર ભક્તો માટે ૧૮ મી તારીખ થી ખુલ્લું મુકાયું

ડાકોર રણછોડરાયજી મંદિર ભક્તો માટે ૧૮ મી તારીખ થી ખુલ્લું મુકાયું

2
0

રણછોડરાયજીના ભક્તો માટે ખુશીના સમાચાર
સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ મળશે
૧૮ મી તારીખ થી મંદિર ના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર.

  • ૬:૩૦ વાગ્યે મંદિર ખુલશે, ૬:૪૫ વાગ્યે મંગળા આરતી, મંગળા આરતી બાદ ૮:૪૫ સુધી દર્શન ખુલ્લા રહેશે.
  • ૮-૪૫ થી ૯-૧૫ સુધી શ્રી ઠાકોરજી બાલભોગ , શણગારભોગ અને ગોવાળભોગ આરોગવા બિરાજીને દર્શન બંધ રહેશે.
  • ૯:૨૦ થી ૧૧ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
  • ૧૧:૫૦ થી ૧ વાગ્યા સુધી દર્શન કરી શકાશે આરતીના સમયે ભક્તોને પ્રવેશ નહીં મળે.

ત્યારબાદ અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.મહાભોગ તથા મનોરથ ના દિવસે અનુકૂળતા મુજબ રાજભોગ આવવાના રહેશે.
સાંજના દર્શન સમય

  • ૪ વાગે નીજમંદિર ખુલી ૪-૧૫ વાગે ઉત્થાપન આરતી થશે.(આરતી સમયે વૈષ્ણવ શ્રી નો પ્રવેશ બંધ)
  • ૪-ર૦ થી ૫-૦૦ વૈષ્ણવશ્રીઓ માટે દર્શન ખુલ્લા રહેશે..
  • પ-૦૦ થી ૫-૨૦ શ્રી ઠાકોરજી શયનભોગ આરોગવા માટે બીરાજશે દર્શન બંધ રહેશે.
  • ૫-૨૦ વાગે શયન આરતી થશે. (આરતી સમયે વૈષ્ણવ શ્રી નો પ્રવેશબંધ)
  • ૫-૨૫ થી ૬-૦૦ વૈષ્ણવીઓ માટે દર્શન ખુલ્લા રહેશે.
  • ૬ થી ૭ શ્રી ઠાકોરજી સખડીભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે.
  • ૭-૦૦ થી ૭-૪૫ વૈષ્ણવશ્રીઓ માટે દર્શન ખુલ્લા રહેશે, ૭-૪૫ સખડીભોગના દર્શન બંધ થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે.
Previous articleભારત અને ચીનના વિદેશ મંત્રીઓની વચ્ચે 5 સૂત્રી સહમતિ મળ્યા બાદ પણ,………
Next articleછેલ્લા એક વર્ષથી ભાવનગર જીલ્લાના તળાજા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામા નાસતો ફરતો આરોપી શૈલેષકુમાર ઉર્ફે જીગો હીમતભાઇ ચાવડા નાઓને પકડી પાડતી ઠાસરા પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here