Home Kheda (Anand) ડાકોર ST બસ સ્ટેશનમાં પગાર ન મળતાં સફાઈકર્મીઓ હડતાલ નું શસ્ત્ર ઉગામ્યું

ડાકોર ST બસ સ્ટેશનમાં પગાર ન મળતાં સફાઈકર્મીઓ હડતાલ નું શસ્ત્ર ઉગામ્યું

96
0

ડાકોર બસ સ્ટેશનમાં સફાઈ કરતાં સફાઈકર્મીઓને છેલ્લા દોઢ માસથી પગાર ન મળતા આખરે તે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. પરિણામે એસ.ટી. ડેપોમાં છેલ્લા પાંચ દિવસથી સફાઈનું કામકાજ ઠપ થઈ જતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
દર્શનાર્થે આવતા યાત્રિકો સહીતના મુસાફરોમાં ગંદકીને લઈ કચવાટ ની લાગણી ફેલાઈ છે. બસ સ્ટેશનમાં સફાઈ કરતા સફાઈ કર્મચારીઓને છેલ્લાં દોઢેક માસથી પગાર ચૂકવવામાં ન આવતાં કોરોના કાળ અને કારમી મોંઘવારીમાં જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યું છે.
સફાઈકર્મીઓની અનેકવાર રજૂઆત છતાં પરિણામ ન મળતાં આખરે તે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.આક્રોશિત સફાઈ કામદારોના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ માસથી પગાર ચૂકવવામાં એજન્સી દ્વારા બહાના બનાવવામાં આવે છે.
જેમાં શિવ શક્તિ સફાઈ કામદાર એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવ્યા નથી તેઓનો પગાર કર્મચારી (૧) નો રૂ.૪,૫OO/- છે અને એજન્સી દ્વારા રૂ.૩,૯૦૦/- પગાર ચૂકવવામાં આવે છે.
તો સફાઈ કર્મચારી એજન્સીને પૂછતા તેઓ કહે છે કે તેઓનું પી.એફ કપાય છે, પણ તેને પી.એફ. પણ બનાવવામાં આવતું નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here