Home Kheda (Anand) યાત્રાધામ ડાકોર પાસે આજના દિવસમાં બે હિટ એન્ડ રન ના...

યાત્રાધામ ડાકોર પાસે આજના દિવસમાં બે હિટ એન્ડ રન ના અલગ અલગ અકસ્માત ના કેસ નોંધાયા છે

164
0

બે અલગઅલગ જગ્યા એ બનેલા અકસ્માત માં બે યુવાનો ના મોત થયા છે
– બંને અકસ્માતમાં બે અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારી વાહન લઈને આરોપી ઓ ફરાર છે
-ડાકોર પોલીસે આરોપી પકડવા cctvનો લીધો સહારો લઈ તપાસ આગળ વધારી છે
પ્રથમ બનાવ માં – મિતેશ કુમાર અમરાભાઇ રાઠોડ ઉંમર 24 રહે મુડિયાદ
વાહન નુંબર gj_07_ cn_ 2436
લઇ ને ડાકોર કપડવંજ રોડ પર ડોન બોસ્કો હાઈસ્કૂલ પાસે થી પસાર થતા હતા તે દરમિયાન બરફની ફેકટરી પાસે સવારે 7 થી 7:30 અરસા માં અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર થવાની ઘટના બની હતી.



જ્યારે બીજો બનાવ
ડાકોર ઉમરેઠ રોડ ઉપર શેઢી નદીના બ્રિજ ઉપર બન્યો છે જેમાં
સિમલજ ગામ ના કલ્પેશ ભાઈ ગોકળભાઇ પરમાર ઉંમર 21 વર્ષ નો યુવાન ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ શેઢી નદી ના બ્રિજ ઉપર થી બાઈક Gj 07 Ea 7880 લઇ સાંજે 5 વાગ્યા પહેલાં ના અરસા માં ઓવરબ્રિજ ચડતા કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારતાં ઘટના સ્થળે મોત નીપજાવી આરોપી વાહન સાથે ફરાર થયો હતો
બંને અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ડાકોર પોલીસ મથકે ગુનો નોંધી યુવાનો ના મૃતદેહ ને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે
ડાકોર પોલીસે સીસીટીવીના આધારે આરોપી ને શોધવા ના ચક્રો ગતિમાન કર્યા છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here